
Selfiee Trailer 2: છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ સેલ્ફીને કારણે ચર્ચામાં છે. 22 જાન્યુઆરીના રોજ આ ફિલ્મનું પહેલું ટ્રેલર રીલિઝ થયું હતું, આ ટ્રેલરે લોકોને ફિલ્મ માટે એક્સાઈટેડ કરી દીધા હતા. આ ફિલ્મમાં સુપરસ્ટાર અને સુપરફેનની સ્ટોરી બતાવવામાં આવશે. જ્યારે અક્ષય સુપરસ્ટાર વિજયના રોલમાં છે તો ઈમરાન હાશમી તેના સુપરફેનના રોલમાં છે. આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તે પહેલા મેકર્સે 15 ફેબ્રુઆરીએ ફિલ્મનું અન્ય એક ટ્રેલર રિલીઝ કર્યું છે, જે પહેલા ટ્રેલર જેટલું જ રોમાંચક છે.
આ ટ્રેલરની શરૂઆત ઈમરાન હાશમીના ડાયલોગથી થાય છે. અક્ષય કુમાર એટલે કે સુપરસ્ટાર વિજય હેલિકોપ્ટરમાંથી એક મેદાનમાં ઉતરતો જોવા મળે છે. ત્યારે તેને જોવા માટે તેના ફેન્સની જોરદાર ભીડ છે. આ ભીડમાં ઈમરાન હાશમી એટલે કે આરટીઓ ઓફિસર ઓમ પ્રકાશ અને તેનો પુત્ર પણ છે.
ઈમરાન હાશમીનો ડાયલોગ છે, “રાવણને ભગવાન શ્રીરામનો મુકાબલો કરવાની હિંમત મેળવી કારણ કે તે તેમનો ભક્ત હતો. તમારો મુકાબલો કરવાની હિંમત સર તમારા પાસેથી જ મળી છે. ટ્રેલરમાં ઈમરાન હાશમી અને અક્ષય કુમાર એકબીજાની અપોઝિટ જોવા મળે છે. આ બીજું ટ્રેલર પહેલા ટ્રેલર જેવું છે.
ટ્રેલર સિવાય અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક નાનો ટીઝર વીડિયો પણ શેયર કર્યો છે, જેમાં બોયકોટ ટ્રેન્ડની ઝલક જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆત એક ન્યૂઝ રિપોર્ટરથી થાય છે કે આરટીઓ ઓફિસર ઓમ પ્રકાશે એક સુપરસ્ટારને તેની જગ્યા બતાવી. આગળ ન્યૂઝ રિપોર્ટર વિજય કુમારને બોયકોટ કરવાની માગણી કરતાં તેઓ કહે છે, “બોયકોટ વિજય કુમાર, બોયકોટ બોલીવુડ.”
આ પણ વાંચો : Love Again Trailer: હોલિવૂડ એક્ટર સેમ હ્યુગન સાથે પ્રિયંકા ચોપરાનો રોમાન્સ, શાનદાર છે બંનેની કેમેસ્ટ્રી
અક્ષય કુમાર ટીવી પર આ ન્યૂઝ જોઈ રહ્યો છે, ત્યારે ત્યાં ઊભેલો એક વ્યક્તિ કહે છે કે આવી ફિલ્મો નથી ચાલતી, જેના પર અક્ષય ઈશારા કરે છે કે શું મારા કારણે નથી ચાલતી? જેના પર તે વ્યક્તિ કહે છે, “ના સાહેબ, તમારા કારણે નથી સાહેબ.” આ વીડિયોને શેયર કરતા અક્ષયે કેપ્શનમાં લખ્યું કે, “જે લોકો પીડિત છે તેઓ કહી રહ્યા છે. સેલ્ફી 24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં.