અંબાણી પરિવારમાં ફરી ગુંજશે કિલકારી, આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બીજી વખત પ્રેગ્નેન્ટ, જુઓ Photo

આ પ્રસંગે શ્લોકા મહેતાએ સુંદર લહેંગો પહેર્યો હતો. તેમને એમ્બ્રોડરી વર્કનો ગ્રે રંગનો લહેંગો પહેર્યો હતો. તેની સાથે શ્લોકાએ પોતાનો લુક વધારવા માટે હેડ પીસ પહેર્યો હતો. તે સિવાય ડાયમંડ જ્વેલરી પણ તેમના લુકને રોયલ બનાવી રહી હતી.

અંબાણી પરિવારમાં ફરી ગુંજશે કિલકારી, આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બીજી વખત પ્રેગ્નેન્ટ, જુઓ Photo
| Edited By: | Updated on: Apr 02, 2023 | 6:31 PM

Shloka Mehta Pregnant: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરીથી દાદા બનવાના છે. તેમની પુત્રવધુ શ્લોકા મહેતા બીજી વખત પ્રેગ્નેન્ટ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઈનોગ્રેશન દરમિયાન આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા પાપારાઝીની સામે આવી. તે દરમિયાન તેમને પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો.

આ પ્રસંગે શ્લોકા મહેતાએ સુંદર લહેંગો પહેર્યો હતો. તેમને એમ્બ્રોડરી વર્કનો ગ્રે રંગનો લહેંગો પહેર્યો હતો. તેની સાથે શ્લોકાએ પોતાનો લુક વધારવા માટે હેડ પીસ પહેર્યો હતો. તે સિવાય ડાયમંડ જ્વેલરી પણ તેમના લુકને રોયલ બનાવી રહી હતી.

સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પુનીત બી સૈનીએ શ્લોકા મહેતાની ઘણી તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. તેમને તસ્વીર શેયર કરતા લખ્યું ‘રેડિયન્ટ અને સુંદર’ ઝડપી જ માતા બનવાની છે.. શ્લોકા મહેતા’

આ પણ વાંચો: NMACC : અંબાણીની ઈવેન્ટમાં હોલિવૂડ અભિનેત્રીઓનો ‘સાડીનો લુક’, ટોમ હોલેન્ડે પણ આપી હાજરી

ઈવેન્ટમાં શ્લોકા મહેતા મુકેશ અંબાણી અને પતિ આકાશ અંબાણીની સાથે પહોંચી હતી. ત્રણેયએ પાપારાઝીની સામે પોઝ પણ આપ્યો. પરિવારના આ કાર્યક્રમમાં શ્લોકા ખુબ જ ખુશ નજર આવી રહી હતી. બેબી બંપની સાથે તેમની આ પ્રથમ તસ્વીર સામે આવી છે. તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાયરલ થઈ રહી છે.

4 વર્ષ પહેલા થયા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન 4 વર્ષ પહેલા 2019માં થયા હતા. બંનેને બે વર્ષનો પુત્ર પણ છે. જેનું નામ પૃથ્વી છે. હવે ફરી એક વાર અંબાણી પરિવારના ઘરમાં નવુ મહેમાન આવશે.

31 માર્ચ અને 1 એપ્રિલે થયેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઈનોગ્રેશન કાર્યક્રમમાં ફિલ્મસ્ટારનો જમાવડો જોવા મળ્યો. સલમાન ખાન, સેફ અલી ખાન, આમિર ખાન, રણબીર સિંહ, વરૂણ ધવન, શાહરૂખ ખાન, કરીના કપૂર ખાન, વિદ્યા બાલન, દિશા પટણી સહિત ઘણા હોલીવુડ સ્ટાર પણ આ ફંકશનમાં સામેલ થયા હતા.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 6:14 pm, Sun, 2 April 23