બોક્સ ઓફિસ પર અજય દેવગને ધમાલ મચાવી, ‘દ્રશ્યમ 2’ની કમાણી પહેલા વીકેન્ડમાં 60 કરોડને પાર

Drishyam 2 First Weekend Box Office Collection: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2' એ પહેલા વીકએન્ડ પર જ સારી કમાણી કરી છે. લોકોમાં ફિલ્મને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બોક્સ ઓફિસ પર અજય દેવગને ધમાલ મચાવી, દ્રશ્યમ 2ની કમાણી પહેલા વીકેન્ડમાં 60 કરોડને પાર
Ajay Devgn film Drishym 2
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 21, 2022 | 4:42 PM

અજય દેવગન, અક્ષય ખન્ના, તબ્બુ અને શ્રિયા સરન જેવા અનુભવી કલાકારોથી સજ્જ ફિલ્મ ‘દ્રશ્યમ 2‘ એ પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ જોરદાર કમાણી કરી લીધી છે. તેની કમાણીની સ્પીડને જોતા એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે દ્રશ્યમ 2ના બોક્સ ઓફિસ કલેક્શનની જાણકારી આપી છે. તેના મુજબ ફિલ્મે ભારતમાં પ્રથમ 3 દિવસમાં 64.14 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મેને 15.38 કરોડ રુપિયાનું સારું ઓપનિગ મળ્યું હતુ, સમીક્ષકોના વખાણ અને દર્શકોના સારા રિસ્પોન્સની અસર એ છે કે, આ આગામી દિવસે એટલે કે, શનિવારના રોજ 21.59 કરોડ રુપિયા કમાય લીધા છે. રવિવારના રોજ ફિલ્મની કમાણીમાં વધારો થયો જેણે 27.17 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.

 

 

આ વર્ષે બીજી સૌથી મોટી ઓપનિંગ કરનારી હિન્દી ફિલ્મ બની

કોરોના યુગથી બોલીવુડ ફિલ્મોની હાલત ખરાબ છે. ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ દ્રશ્યમને જે પ્રકારનો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો છે, તેનાથી ફિલ્મ નિર્માતાઓએ રાહતનો શ્વાસ લીધો હશે. ખાસ વાત એ છે કે, દ્રશ્યમ 2 આ વર્ષના વીકએન્ડ પર બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની કમાણી બીજા દિવસે 40.38 ટકા વધી છે જ્યારે ત્રીજા દિવસે 25.85 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ફિલ્મના થઈ રહ્યા છે વખાણ

દ્રશ્યમ 2 નું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. ફિલ્મના શાનદાર રિવ્યુ મળ્યા છે. ફિલ્મમાં તમામ કલાકારોના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં ઈશિતા દત્તા, રજત કપુર, મૃણાલ જાધવ અને સૌરભ શુક્લા જેવા કલાકારો પણ જોવા મળ્યા છે. આ સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર ફિલ્મના પ્રથમ પાર્ટને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. હવે તેની સીક્વલ પણ બોક્સ ઓફિસ્ પર ધમાલ મચાવી રહી છે.