
Aishwarya Rai On Anushka Sharma Question: ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્માએ 2015માં કરણ જોહરની એ દિલ હૈ મુશ્કેલમાં હેન્ડસમ હંક રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. બંને શાનદાર એક્ટ્રેસ છે અને જ્યારે પણ તેઓ સ્ક્રીન પર આવે છે, ત્યારે તેઓ ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન રણબીર કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.
હાલમાં ઐશ્વર્યા રાય મણિ રત્નમના ડાયરેક્શનમાં બનેલી હિસ્ટોરિકલ એપિક ફિલ્મ પોન્નિયન સેલ્વન 2નું પ્રમોશન કરી રહી છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્મા એશને સવાલ પૂછે છે, જેનો જવાબ એક્ટ્રેસ સ્માર્ટલી આપે છે અને સાબિત કરે છે કે તે બ્યુટી વિથ બ્રેઈન છે.
વાયરલ વીડિયો એશના જૂના ઈન્ટરવ્યુનો હોવાનું લાગી રહ્યું છે. આમાં અનુષ્કા શર્મા ઓડિયો-વિઝ્યુઅલ દ્વારા ઐશ્વર્યાને સવાલ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અનુષ્કાએ ઐશ્વર્યાને પૂછ્યું કે તે કોને સૌથી સુંદર મહિલા માને છે. પરંતુ ઐશ્વર્યા જવાબ આપે તે પહેલા અનુષ્કા કહે છે કે તે તેની માતાનો ઉલ્લેખ કરી શકતી નથી. અનુષ્કાએ પણ પોતાનો સવાલ બદલી નાખ્યો અને કહ્યું તમે તમારી માતા કે પરિવારના કોઈ સભ્યનું નામ ન લઈ શકો.
તેના શાર્પ માઈન્ડ અને મુશ્કેલ સવાલોને સરળતાથી ઉકેલવાની ક્ષમતા માટે જાણીતી, પૂર્વ મિસ વર્લ્ડે પણ અનુષ્કાના સવાલોનો સ્માર્ટલીથી જવાબ આપ્યો, કારણ કે તે તેની માતાનું નામ ન આપી શકતી હોવાથી, ઐશ્વર્યાએ ચતુરાઈથી તેની પુત્રી આરાધ્યા બચ્ચનનને દુનિયાની સૌથી સુંદર છોકરી તરીકે તેને પસંદ કરી. ઐશ્વર્યાએ આરાધ્યા પ્રત્યેના તેના પ્રેમ વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે બ્યૂટી સબ્જેક્ટિવ છે અને જોવાવાળાની નજરમાં છે.
ઐશ્વર્યાએ આગળ કહ્યું કે “તમે મારી માતાને ઈક્વેશનમાંથી બહાર કાઢ્યા છે, પરંતુ આવા સવાલ માટે, તમે મારી માતાને મારાથી દૂર કરી શકતા નથી, હું કહેવા માંગુ છું કે બ્યૂટી ચોક્કસપણે જોવાવાળાની આંખમાં રહેલી છે” અને હું ચહેરા અને આંખોમાં સુંદરતા જોવું છે. હું મારી પુત્રી પ્રત્યે ઝનૂની છું. તેથી આ સમયે મારા માટે આરાધ્યા છે.”
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 8:19 pm, Fri, 28 April 23