ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya rai Bachchan) આ દિવસોમાં તેની ફિલ્મ પોન્નિયન સેલ્વન 1 માટે ઘણી ચર્ચામાં છે. તેની ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અભિનેત્રી પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાથે ઐશ્વર્યા લગભગ ચાર વર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં ફરી રહી છે. આ દરમિયાન એશની દીકરી આરાધ્યા ઘણી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા (Aradhya) પણ એશની આગામી ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-1’માં એક ખાસ પાત્ર ભજવી રહી છે. જેનો ખુલાસો ઐશ્વર્યાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દ્વારા કર્યો છે.
હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચને શનિવારે મુંબઈમાં આયોજિત ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, મણિ સર સાથે કામ કરવું હંમેશા પારિવારિક વાતાવરણમાં કામ કરવા જેવું છે. મણિરત્નમ સાથે ફરી એકવાર કામ કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું કે, તેની સાથે કામ કરવું હંમેશા આનંદદાયક હોય છે. તેઓ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. તે અમારા માર્ગદર્શક છે, તેમની સાથે કામ કરવાથી અમને સર્જનાત્મક ધાર મળે છે. દરેક કલાકાર શિક્ષકની જેમ તેમનો સંપર્ક કરે છે.
તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય ફિલ્મ પોનીયિન સેલ્વનમાં રાજકુમારી નંદિનીની ભૂમિકા ભજવી રહી છે. તેણે ફિલ્મ ‘જોધા અકબર’માં જોધાની ભૂમિકા પણ ભજવી હતી. આ બંને ખૂબ જ ઐતિહાસિક પાત્રો છે. તો સ્વાભાવિક છે કે બંને પાત્રોની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરવામાં આવશે.