સાસુ અને વહુ વચ્ચે જોવા મળ્યો સૌથી મોટો ફરક, એક કરે છે વેલકમ તો એક ના ચહેરા પર છે ધિક્કારની લાગણી !

|

Apr 26, 2023 | 9:46 PM

ફિલ્મો સિવાય જયા બચ્ચન (Jaya Bachchan) તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનને ફેન્સ સાથે વાતચીત કરવાનું પસંદ છે. હાલમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાસુ અને વહુ વચ્ચે  જોવા મળ્યો સૌથી મોટો ફરક, એક કરે છે વેલકમ તો એક ના ચહેરા પર છે ધિક્કારની લાગણી !
Aishwarya Rai Bachchan - Jaya Bachchan

Follow us on

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જે કેમેરા સામે અને ઈન્ટરવ્યુમાં ખૂબ જ સ્વીટ હોય છે, પરંતુ તેમના ફેન્સ સાથે તેમની વાતચીત ખૂબ જ ખરાબ હોય છે, તેમના ફેન્સ સાથે તેમનું વર્તન ખૂબ જ ખરાબ હોય છે. બોલિવુડ સેલેબ્સ બોડીગાર્ડ વગર કોઈ પણ જગ્યાએ સ્પોટ થતાં નથી. તેમના બોડીગાર્ડ તેમના ફેન્સને તેમની નજીક આવવા દેતા નથી અને સેલેબ્સથી તેમને દૂર રાખવાનો પ્રયાસ કરે છે.

પરંતુ બોલિવુડ સેલેબ્સ તેમના ફેનને મળે છે અને તેમની સાથે વાતચીત કરે છે. બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે ફેન અને પાપારાઝીને લઈને સૌથી મોટો ફરક જોવા મળ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચનને ફેન અને પાપારાઝી સાથે વાત કરવાનું પસંદ છે તો જયા બચ્ચનને પાપારાઝી સાથે વાત કરવાનું બિલકુલ પસંદ નથી.

કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?

જયા બચ્ચન ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. પરંતુ ફિલ્મો સિવાય જયા બચ્ચન તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. જયા બચ્ચનના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વર્તનને કારણે એક્ટ્રેસને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ એક ચેટ શોમાં જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને તેની માતાના ગુસ્સાનું કારણ જણાવ્યું હતું.

પાપારાઝીને ઠપકો આપે છે એક્ટ્રેસ

જયા બચ્ચન તેની એક્ટિંગની સાથે તેના ગ્રેસફુલ લુક અને સ્પષ્ટ વક્તવ્યને કારણે પણ ચર્ચામાં રહે છે. પરંતુ દિગ્ગજ એક્ટ્રેસને પાપારાઝી કલ્ચર પસંદ નથી. ઘણી ઈવેન્ટ્સમાં જયા બચ્ચન કેમેરામેન સામે ગુસ્સો કરતી જોવા મળી છે. ઘણીવાર જયા તેમને જોઈને પાપારાઝીને ઠપકો આપવા લાગે છે.

કેમ ગુસ્સામાં જોવા મળે છે જયા બચ્ચન

જયા બચ્ચન પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ બીમારીના કારણે આવું કરે છે. તેના આ વર્તન પર તેની પુત્રી શ્વેતા બચ્ચને વર્ષ 2019માં ચેટ શો ‘કોફી વિથ કરણ’માં ખુલાસો કર્યો હતો કે જયાને ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિ ભીડ જોઈને પરેશાન થઈ જાય છે અને પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. આ કારણથી જયા બચ્ચન પોતાની આસપાસ ઘણા બધા કેમેરા અને ભીડ જોઈને ગભરાઈ જાય છે.

આ પણ વાંચો : PS2ના પ્રમોશનમાં વ્યસ્ત ઐશ્વર્યા રાય બચ્ચને જીત્યું ફેન્સનું દિલ, જુઓ Viral Video

બચ્ચન પરિવારની વહુ, વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન તેની અપકમિંગ ફિલ્મ મણિરત્નમની ‘પીએસ2’નું પ્રમોશન કરી રહી છે. તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો જોયા પછી એક્ટ્રેસના વખાણ કરતાં થાકતા નથી. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટ્રેસ તેના એક ફેન સાથે વાતચીત કરી રહી છે. એક્ટ્રેસની સાથે તેના બોડીગાર્ડ પણ છે પરંતુ તેમ છતાં તે તેના ફેન્સને ખૂબ જ પ્રેમથી મળે છે. એક્ટ્રેસના એક ફેને ડરીને તેને સેલ્ફી માટે પૂછ્યું, જેના પર એક્ટ્રેસે ખૂબ જ આરામથી હા પાડી.

ફોટો પછી તે ફેન્સ સાથે કન્ફર્મ પણ કરે છે કે ફોટો બરાબર આવ્યો છે કે નહીં. આ પછી ઐશ્વર્યા રાય ફેન સાથે હાથ મિલાવે છે અને ફેન તેને ગળે લગાવે છે. હસતાં હસતાં ઐશ્વર્યા પણ ફેનને ગળે મળે છે. એક્ટ્રેસના આ વર્તનને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article