Adipurush: રણબીર બાદ હવે રામ ચરણ પણ ખરીદશે આદિપુરુષ માટે 10,000 ટિકિટ, આ દિવસથી એડવાન્સ બુકિંગ થશે શરૂ

Adipurush : રણબીરની જેમ હવે RRR સ્ટાર રામ ચરણ પણ વંચિત બાળકો અને તેના ચાહકોને 10,000 થી વધુ ટિકિટો આપશે. જો કે ભૂતકાળમાં અભિષેક અગ્રવાલે પણ આવી જ જાહેરાત કરી હતી.

Adipurush: રણબીર બાદ હવે રામ ચરણ પણ ખરીદશે આદિપુરુષ માટે 10,000 ટિકિટ, આ દિવસથી એડવાન્સ બુકિંગ થશે શરૂ
Ram Charan will also buy 10000 tickets of Adipurush
| Edited By: | Updated on: Jun 10, 2023 | 6:40 PM

Adipurush : કૃતિ સેનન અને પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ અત્યારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં છે, જ્યારે કૃતિ સીતાના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જો કે આ પહેલા પણ આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી રહી છે. આ ફિલ્મના પાત્રોના લુક પર સવાલ ઉઠ્યા છે. જો કે ફિલ્મની રિલીઝ પહેલા રણબીર કપૂરે 10,000 ટિકિટ ખરીદવાની વાત કરી હતી. હવે રામ ચરણે પણ જાહેરાત કરી છે કે તે 10,000 ટિકિટ ખરીદશે.

આ પણ વાંચો : Adipurush Release: ‘આદિપુરુષ’ના ક્રેઝને જોઈને અજય દેવગને છોડ્યું ‘મેદાન’, શું કાર્તિક પણ બદલશે ફિલ્મની રિલીઝ ડેટ?

રામ ચરણ ખરીદશે ટિકિટ

રણબીરની જેમ હવે RRR સ્ટાર રામ ચરણ પણ વંચિત બાળકો અને તેના ચાહકોને 10,000 થી વધુ ટિકિટો આપશે. જો કે ભૂતકાળમાં અભિષેક અગ્રવાલે પણ આવી જ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, ‘આદિપુરુષ’ દેશભરમાં 6200 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ રવિવારથી ટિકિટનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ જશે.

આ દરમિયાન એવી માહિતી છે કે રણબીર કપૂરની જેમ પ્રભાસ પણ વંચિત અનાથ બાળકો માટે એકલા 10,000 ટિકિટ ખરીદશે, જ્યારે ફિલ્મના નિર્માતા રામ ચરણે પણ 10,000 ટિકિટ ખરીદી છે, જેથી તે વંચિત અનાથોને આદિપુરુષ બતાવશે. આમાં કેટલાક ખાસ ચાહકો પણ સામેલ થઈ શકે છે.

થઈ હતી બબાલ

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં આદિપુરુષના ટ્રેલરને લઈને થયેલા હોબાળા પછી, નિર્માતાઓએ તેમાં ઘણા ફેરફારો કર્યા અને ફિલ્મનું નવું ટ્રેલર રિલીઝ કર્યું, પરંતુ તેમ છતાં તે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શક્યું નહીં. ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવનારી દીપિકા ચિખલિયાએ ફિલ્મના ટ્રેલરને VFXથી ભરપૂર ગણાવ્યું અને તેની સાથે તેણે કહ્યું કે, સીતાહરણના દ્રશ્યો પણ ખોટી રીતે બતાવવામાં આવ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો