Kriti Sanon Adipurush: નાસિકના સીતા ગુફા મંદિરમાં દર્શન કરવા પહોંચી કૃતિ સેનન, ‘આદિપુરુષ’ના ગીત પર કરી આરતી, જુઓ Video

Adipurush New Song : એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) હાલમાં તેની ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મ 16 જૂને રિલીઝ થશે. તે પહેલા કૃતિ સેનન નાસિકના સીતા ગુફા મંદિર પહોંચી અને પોતાની ફિલ્મના ગીત પર આરતી કરી.

Kriti Sanon Adipurush: નાસિકના સીતા ગુફા મંદિરમાં દર્શન કરવા પહોંચી કૃતિ સેનન, આદિપુરુષના ગીત પર કરી આરતી, જુઓ Video
Kriti Sanon
Image Credit source: Social Media
| Edited By: | Updated on: May 30, 2023 | 5:41 PM

Nashik Kriti Sanon Movie Adipurush: સફેદ સૂટ, માથા પર દુપટ્ટો અને ભક્તિમાં લીન કૃતિ સેનન (Kriti Sanon) નાસિકના સીતા ગુફા મંદિર પહોંચી. કૃતિ સેનને તેની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ના ગીત ‘રામ સિયા રામ’ પર અહીં આરતી કરી હતી. સીતા ગુફામાં પૂજા કર્યા બાદ કૃતિ કાલારામ મંદિર પહોંચી હતી. કૃતિ સાથે મંદિરમાં ગાયકો સચેત અને પરંપરા પણ હાજર હતા, તેઓએ તેમના મધુર અવાજમાં આરતી ગાઈ હતી. કૃતિની ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને રિલીઝ થશે.

જેમ જેમ આદિપુરુષની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મની આખી સ્ટારકાસ્ટે પ્રમોશન શરૂ કરી દીધું છે. હાલમાં જ ફિલ્મનું ગીત ‘રામ સિયા રામ’ રિલીઝ થયું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું છે. હવે કૃતિ સેનન આ ગીત પર ભક્તિમાં લીન જોવા મળી રહી છે. કૃતિ સેનન પંચવટીમાં સીતા ગુફા મંદિર પહોંચી હતી જ્યાં તેણે પોતાની ફિલ્મના ગીત પર આરતી કરી હતી. કૃતિ સાથે મંદિરમાં મ્યૂઝિકલ જોડી સચેત અને પરંપરા પણ હાજર હતી.

ફિલ્મ ‘આદિપુરુષ’માં સીતાનો રોલ કરી રહી છે કૃતિ સેનન

તમને જણાવી દઈએ કે કૃતિ સેનન ફિલ્મ ‘આદિપુરુષ’માં સીતાનો રોલ કરી રહી છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મની રિલીઝ પહેલા કૃતિ માતા સીતાના શરણમાં પહોંચી ગઈ છે. કૃતિ સેનન ખૂબ જ સુંદર લાગી રહી છે. આદિપુરુષના ટ્રેલર રિલીઝ પછી, એક્ટ્રેસ મોટાભાગે ઈન્ડિયન આઉટફિટમાં જોવા મળે છે.

આ પણ વાંચો : IIFA 2023 Video : સલમાન ખાને લુંગી પહેરીને કર્યો ખૂબ ડાન્સ, ઋતિક રોશને વિકીને શીખવાડ્યો ડાન્સ, જુઓ Video

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ 16 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. આદિપુરુષ ભગવાન રામની કથામાંથી પ્રેરિત છે. આ ફિલ્મમાં પ્રભાસ રાઘવ અને કૃતિ જાનકીના રોલમાં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:38 pm, Tue, 30 May 23