પ્રિયંકા ચોપરાએ કોન્સર્ટમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ Viral Video

Priyanka Chopra Video: પ્રિયંકા ચોપરાનો (Priyanka Chopra) એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો કોન્સર્ટનો છે.

પ્રિયંકા ચોપરાએ કોન્સર્ટમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ Viral Video
Priyanka Chopra Video
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 05, 2023 | 6:41 PM

London: બોલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની સુંદરતા અને એક્ટિંગ સ્કિલથી જાદુ ફેલાવનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની નવી તસવીરોથી તેના ફેન્સના દિલને ખુશ કરે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પતિ નિક જોનસ સાથેની તેની સ્ટાઈલ લોકોને પસંદ છે. હવે એક્ટ્રેસનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ એક કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

પહેલીવાર જોવા મળી પ્રિયંકાની સ્ટાઈલ

આજકાલ હોલિવુડમાં પોતાની એક્ટિંગ સ્કિલથી જાદુ ફેલાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. એક્ટ્રેસ શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. પ્રિયંકાની આ સ્ટાઈલ ફેન્સને પહેલીવાર જોવા મળી રહી છે. પ્રિયંકાએ પોતાની સ્ટાઈલને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ બિન્દાસ રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

પ્રિયંકાએ કરી ખૂબ જ મસ્તી

પ્રિયંકા ચોપરાનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાનો આ વીડિયો બેયોન્સના કોન્સર્ટનો છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરા સાથે તેની માતા મધુ ચોપરા પણ ત્યાં હાજર હતી. આ વીડિયોને પ્રિયંકાના ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરી રહ્યા છે. પ્રિયંકાએ લંડનમાં ‘રેનેસાંસ વર્લ્ડ ટૂર’ કોન્સર્ટમાં હાજરી આપી છે. આ ઈવેન્ટમાં સલમા હાયેક, ડેનિયલ કાલૂયા, જે ઝેડ, અલ્ફોન્સો કુઆરોન, ફ્રાન્કોઈસ હેનરી પિનોઉલ્ટ અને ઘણા વધુ વિદેશી સ્ટાર્સ આ કાર્યક્રમમાં હાજર હતા.

આ પણ વાંચો: Navya Naveli Nanda Video: ડેટિંગના સમાચાર વચ્ચે નવ્યા અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે મળ્યા જોવા, ગોવાથી એકસાથે પરત ફર્યું કપલ

આ વેબ સિરીઝમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ક્યારેક પતિ નિક જોનસ સાથે તો ક્યારેક પુત્રી માલતી સાથે રોમેન્ટિક તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા સિટાડેલ વેબ સિરીઝમાં જોવા મળી હતી. આ વેબસિરીઝમાં તેના કામના ફેન્સે ખૂબ જ વખાણ કર્યા છે. આ વેબ સિરીઝ ઓટીટી પર જોરદાર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ બહેન પરિણીતીની સગાઈમાં પણ ફેન્સના દિલ જીતી લીધા. પ્રિયંકા ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ પણ જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો