Satish Kaushik Death : કેવી રીતે થયું સતીશ કૌશિક મોત, શું કરી રહ્યા હતા? સત્ય સામે આવ્યું

સતીશ કૌશિકનું નિધન થયું છે. તે ગુરુગ્રામમાં આવ્યા હતા, જ્યાં તેની તબિયત લથડી હતી અને તેનું મૃત્યું થયુ હતુ.જોકે, દુનિયા છોડી ચૂકેલા સતીશ હવે કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે.

Satish Kaushik Death : કેવી રીતે થયું સતીશ કૌશિક મોત, શું કરી રહ્યા હતા? સત્ય સામે આવ્યું
| Edited By: | Updated on: Mar 09, 2023 | 9:52 AM

પોતાના અભિનય અને દિગ્દર્શનથી બોલિવૂડમાં એક મોટી ઓળખ બનાવનાર સતીશ કૌશિકનું નિધન થયું છે. 66 વર્ષની વયે તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. તેમના મૃત્યુના એક દિવસ પહેલા, સતીશ કૌશિક હોળી રમતા ઘણા ફોટોમાં જોવા મળ્યા હતા, જેમાં તેઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા અને બીજા દિવસે જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, સતીશ કૌશિક હરિયાણાના ગુરુગ્રામ આવ્યા હતા. અહીં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો. જે સમયે તેમની તબિયત બગડી તે સમયે તે કારમાં હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેને ગુરુગ્રામની જ ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેને બચાવી શકાયા નહીં.

 

 

દિલ્હીમાં પોસ્ટ મોર્ટમ

સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવશે. જો કે, તે પહેલા તેમનું પોસ્ટમોર્ટમ દિલ્હીની દીન દયાલ હોસ્પિટલમાં સવારે 11 વાગ્યે થશે. હાલમાં સતીશ કૌશિકના મૃતદેહને દીનદયાલ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે.

ફિલ્મ સ્ટાર્સ આઘાતમાં

સતીશ કૌશિકના નિધનથી ફિલ્મ સ્ટાર્સ આઘાતમાં છે. સતીશના નજીકના મિત્ર અને તેમના વર્ષો જૂના મિત્ર અનુપમ ખેરે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ સિવાય કંગના રનૌત, રિતેશ દેશમુખ, વિવેક રંજન અગ્નિહોત્રી, મનોજ જોશી, સુનીલ શેટ્ટી અને સૌંદર્ય શર્મા સહિતના તમામ સ્ટાર્સ તેમના નિધન પર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

 

આ છેલ્લી ફિલ્મ હશે

સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ છત્રીવાલા રિલીઝ થઈ હતી. જેમાં યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળી હતી. જોકે, દુનિયા છોડી ચૂકેલા સતીશ હવે કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે પૂર્વ રક્ષા મંત્રી જગજીવન રામની ભૂમિકા ભજવી હતી.