Ranveer Singh Birthday: બોલિવુડ અભિનેતા રણવીર સિંહ આજે 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે, રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ના મુંબઈના એક સિંધી પરિવારમાં થયો હતો. અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) આજે જે સ્તર પર પહોંચ્યો છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે ખુબ મહેનત કરી છે, બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની સાથે ખુશીનો સમાચાર પસાર કરી રહ્યો છે, રણવીરની ગણના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં થાય છે. રણવીરે તેની કારકિર્દીની શરૂઆત જાહેરાત લેખનથી કરી હતી. ફિલ્મ બેન્ડ બાજા બારાતથી તેમણે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતુ આ ફિલ્મ સુપરહિટ રહી હતી આ સાથે તેણે એક્ટિંગમાં કરિયર આગળ વધાર્યું
રણવીર સિંહનું સપનું બાળપણથી એક્ટર બનવાનું હતુ. આ માટે તેણે શાળાના કાર્યક્રમ અને ડિબેટમાં ભાગ લેવાનો શરુ કર્યો છે, તે શાળામાં યોજાતી દરેક ડિબેટમાં ભાગ લેતો હતો. તેમણે એચઆર કોલેજથી કોમર્સનો અભ્યાસ કર્યો છે, આ દરમિયાન રણવીર સિંહ ઓડિશન પણ આપતો હતો પરંતુ તેનું સિેલેક્શન થતું ન હતુ, ત્યારબાદ તેને જાણ થઈ કે, બોલિવુડમાં એન્ટ્રી લેવી સરળ નથી,
રણવીર સિંહનું પુરું નામ રણવીર સિંહ ભાવનાની છે. રણવીર સિંહે પોતાના નામથી ભાવનાની એ માટે દુર કરવામાં આવ્યું કે તેનાથી તેનું નામ ખુબ લાબું થતુ હતુ , તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ નામથી સફળતા ઓછી મળશે, તમને જણાવી દઈએ કે, રણવીરને એક સમયે જ્યારે કોઈ ફિલ્મ મળી રહી ન હતી , ત્યારે તેમણે જાહેરાતની એજન્સી સાથે લેખક તરીકે પણ કામ કરવાનું શરુ કર્યું હતુ, આ દરમિયાન તેમણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતુ,
માત્ર 12 વર્ષની ફિલ્મ કરિયરમાં રણવીર સિંહે પોતાને ટોપ સ્ટાર્સની યાદીમાં સામેલ કરી લીધો છે. તેણે અત્યાર સુધી 20 ફિલ્મો કરી છે. તમામ ફિલ્મોમાં રણવીરના અભિનયની પ્રશંસા કરવામાં આવી છે. તેની 20માંથી 4 ફિલ્મો ફ્લોપ રહી છે. સર્કસ અને રોકી અને (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) રણવીર સિંહની આગામી ફિલ્મો છે. તમને જણાવી દઈએ કે રણવીર અને દીપિકા ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’ના શૂટિંગ દરમિયાન એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, કપલે 2018 માં લગ્ન કર્યા.