રિતિકે સબા આઝાદ સાથે શેર કર્યો ફોટો, યુઝર્સે કહ્યું ભૂખી છે કોઈ જમવાનું આપો

બોલિવૂડ એક્ટર રિતિક રોશન આજકાલ પોતાના પ્રેમ સંબંધને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન તેણે સબા આઝાદ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે.

રિતિકે સબા આઝાદ સાથે શેર કર્યો ફોટો, યુઝર્સે કહ્યું ભૂખી છે કોઈ જમવાનું આપો
રિતિકે સબા આઝાદ સાથે શેર કર્યો ફોટો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 14, 2022 | 11:40 AM

Hrithik Roshan : બોલિવુડ અભિનેતા રિતિક રોશન (Hrithik Roshan) પોતાના કામની સાથે-સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં હોય છે. અભિનેતા હાલમાં તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ (Saba Azad)ની સાથે જોવા મળી રહ્યો છે. તેના તલાક પછી બંન્ને વેચ્ચેના પ્રેમસંબંધો કોઈથી છુપાયેલા નથી. અવાર-નવાર બંન્ને પાર્ટી કે પછી ઈવેન્ટમાં પણ સાથે જોવા મળતા હોય છે. ત્યારે રિતિક રોશને સબા સાથેનો એક ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

રિતિક રોશને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કર્યો છે. એક બાજુ આખા દેશમાં કરવા ચોથનો તહેવાર સેલિબ્રેટ થઈ રહ્યો હતો ત્યારે સુપરસ્ટારે સબાનો ફોટો શેર કર્યો હતો. ફોટો જોઈને લાગી રહ્યું છે કે, આ સેલ્ફી રિતિકે લીધી છે તેની પાછળ સબા બેસેલી જોવા મળી રહી છે, પરંતુ સબાનું ધ્યાન સેલ્ફીમાં નહિ પરંતુ અન્ય જગ્યાએ હતુ.

 

 

 

ફેન્સને આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે, આ ફોટો જૂનો છે, જે રિતક રોશને લંડનમાં લીધો હતો. પોસ્ટ શેર કરતા અભિનેતાએ કેપ્શન પણ આપ્યું છે એક તરફ આ કપલના ફેન્સને આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો ફરીથી બંનેની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ફેને રિતિક રોશનને પૂછ્યું- ભાઈ આ કોણ છે? અન્ય એક ફેને લખ્યું- કોણ છે આ ભાઈ? બીજાએ લખ્યું, ‘શું નામ છે તેનું.

ટિપ્પણીઓનો સિલસિલો અહીં અટક્યો નથી, અન્ય એક યુઝરે લખ્યું કે ‘ભુખ લાગી છે કોઈ થાળી રાખી દો અન્ય યુઝર્સે કહ્યું એટલે જ ફિલ્મ નથી ચાલતી.તમને જણાવી દઈએ કે, સબાનું રિતિક રોશનના પરિવાર સાથે પણ ખૂબ જ સારું બોન્ડિંગ છે. તે ઘણીવાર સમગ્ર રોશન પરિવાર સાથે જોવા મળે છે. સબા રિતિકના ઘરે આવતી હોય છે.