
હાલમાં ફેન્સ વચ્ચે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સતત ચર્ચા ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાના મનપસંદ કલાકારના રેડ કાર્પેટ લુકને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશ્વના સૌથી મોટા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાંથી એક છે, આ વખતે ઉર્વશી રૌતેલાથી લઈને સારા અલી ખાનની એન્ટ્રી થઈ, જેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 2002 થી આ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનેલી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) પણ ચર્ચામાં હતી.
ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઓજી ક્વીન છે અને દર વર્ષની જેમ આ વખતે પણ એશ્વર્યાએ પ્રથમ દિવસે ગ્રીન શેડ ફિશ કટ ગાઉન અને બીજા દિવસે બ્લેક ગાઉનમાં એન્ટ્રી કરી હતી. ત્યારે તેનો લુક ચર્ચામાં રહ્યો હતો.
હવે ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી છે. એરપોર્ટ પરથી તેનો અને આરાધ્યાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ યુઝર્સે આરાધ્યાના સંસ્કારના વખાણ કરી રહ્યા છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્જોય કરીને ઐશ્વર્યા અને આરાધ્યા પોતાના દેશ પરત ફર્યા છે. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આરાધ્યા પાપારાઝીને નમસ્તે કહેતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યુઝર્સને તેની સ્ટાઈલ ખૂબ પસંદ આવી હતી. લોકોએ આરાધ્યાને આપેલા સંસ્કારના વખાણ કર્યા છે.
ઐશ્વર્યા તેની માતા વૃંદા સાથે ડેબ્યૂ કરી ત્યારથી જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. પરંતુ વર્ષોથી તેની પુત્રી આરાધ્યા વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ પર તેમની સાથે રહી છે. એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં એશ્વર્યાએ કહ્યું હતું કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે આરાધ્યાના શું વિચારો છે.
ઐશ્વર્યાએ કહ્યું કે આરાધ્યા અહીં બધાને ઓળખે છે. લોકો સાથે હળીભળી જવામાં તે મારા જેવી છે. તેને અહીંના વાઈબ્સ ગમે છે. તે જાણે છે કે આ એક ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે સિનેમાની દુનિયા છે. અમારા બાળકોમાં સિનેમાની આ શાનદાર દુનિયા પ્રત્યે આ સન્માન અને માન્યતા જોવી અદ્ભુત છે.
આ પણ વાંચો : TMKOC: જેનિફર બાદ ‘બાવરી’નો અસિત મોદી પર ગુસ્સો, ટોર્ચરનો લગાવ્યો આરોપ
આરાધ્યા સિવાય અન્ય સ્ટારકિડ પણ પાપારાઝી સાથે વાતચીત અને તેમનું સમ્માન કરતાં જોવા મળે છે. આ પહેલા રિતેશ દેશમુખ અને જેનિલીયા ડિસોઝાના બાળકો જ્યારે એરપોર્ટ પર સ્પોટ થયા હતા ત્યારે તેમને પણ પાપારાઝીને નમસ્તે કીધું હતું. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન પણ ચર્ચામાં રહે છે. તે ક્યારેક પાપારાઝી સાથે મસ્તી કરતો જોવા મળે છે તો ક્યારેક પાપારાઝી પર ગુસ્સો કરતો જોવા મળે છે.