આપ સાંસદે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના સંબંધો પર લગાવી મહોર! આ રીતે પાઠવ્યા અભિનંદન

|

Mar 28, 2023 | 6:14 PM

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha and Parineeti Chopra) રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાએ અભિનંદન પાઠવ્યા છે. તેમના અભિનંદન સંદેશ બાદ કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચેના સંબંધો પર મહોર લાગી જશે.

આપ સાંસદે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના સંબંધો પર લગાવી મહોર! આ રીતે પાઠવ્યા અભિનંદન
Raghav Chadha and Parineeti Chopra
Image Credit source: Twitter

Follow us on

Raghav Chadha Parineeti Chopra Relationship: ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ડિનર પર સાથે દેખાયા ત્યારે તેમની ડેટિંગના સમાચાર ફેલાઈ ગયા હતા. રિપોર્ટમાં એવો દાવો કરવા લાગ્યા કે પરિણીતી અને રાઘવ એકબીજાને ડેટ કરી રહ્યા છે. કેટલાક ફેન્સે તો એમ પણ કહ્યું કે લાગ્યું કે બંનેના લગ્નની વાત પણ ચાલી રહી છે. પરંતુ પરિણીતી અને રાઘવે આ અહેવાલો પર કોઈ નિવેદન આપ્યું નથી.

લગ્ન અને સગાઈના દાવાઓ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ પોતાના એક ટ્વીટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. તેમને મંગળવારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની તસવીરોનો કોલાજ શેયર કરીને બંને વચ્ચેના સંબંધો પર મહોર લગાવી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

સંજીવ અરોરાએ લગાવી સંબંધો પર મહોર!

સંજીવ અરોરાએ ટ્વીટ કર્યું, “હું રાઘવ ચેઢ્ઢા અને પરિણીતી ચોપરાને દિલથી અભિનંદન આપું છું. તેમના યુનિયનને ખૂબ જ પ્રેમથી આશીર્વાદ મળે. મારા તરફથી શુભેચ્છાઓ. સંજીવ અરોરાના આ ટ્વીટ પર ઘણાં લોકોની ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

થોડા દિવસો પહેલા જ્યારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પહેલી વખત એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારે તેમના સંબંધોને લઈને અટકળો ચાલી રહી હતી. બાદમાં રાઘવ ચઢ્ઢાએ સંસદની બહાર પરિણીતી વિશે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું હતું કે રાજનીતિનો સવાલ કરો, પરિણીતી વિશે નહીં.

આ પણ વાંચો : Priyanka Chopra: બોલિવુડમાં પ્રિયંકા ચોપરાને કોઈ આપી ન રહ્યું હતું કામ, વાંચો એક્ટ્રેસે કરેલા ખુલાસાની વિગતો

રિપોર્ટ્સ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ટૂંક સમયમાં જ સગાઈ કરી શકે છે. બંનેના પરિવારજનો પણ આ સંબંધથી ખુશ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિવારોમાં લગ્નને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સમય લાગશે કારણ કે પરિણીતી અને રાઘવ બંને પોતાના કામમાં બિઝી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article