Aamir Khan Video: ભાંગડા કરતો આમિર ખાનનો વીડિયો થયો વાયરલ, ફિલ્મના પ્રમોશન દરમિયાન કર્યો જોરદાર ડાન્સ

Aamir Khan Bhangda Dance Video: બોલિવુડ એક્ટર આમિર ખાન (Aamir Khan) જોરદાર ભાંગડા કરતો જોવા મળ્યો છે. તે એક પંજાબી ફિલ્મના પ્રમોશન માટે સામેલ થયો હતો, આ દરમિયાન આમિરે ખૂબ જ ડાન્સ કર્યો હતો.

Aamir Khan Video: ભાંગડા કરતો આમિર ખાનનો વીડિયો થયો વાયરલ, ફિલ્મના પ્રમોશન દરમિયાન કર્યો જોરદાર ડાન્સ
Aamir Khan
| Edited By: | Updated on: May 30, 2023 | 9:59 PM

Punjab  Aamir Khan Bhangda Dance Video: મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા બોલિવુડ એક્ટર આમિર ખાને (Aamir Khan) પોતાના ફેન્સને ઘણી શાનદાર ફિલ્મો ભેટ આપી છે. પરંતુ લાલ સિંહ ચઢ્ઢા બાદ તે ફિલ્મોથી થોડો દૂર ચાલી રહ્યો છે. તેને થોડો સમય બ્રેક લીધો છે. પરંતુ તે ઘણીવાર ચર્ચામાં રહે છે.

આમિર ખાન હવે તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર આમિર ખાનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભાંગડા પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. તેની ડાન્સિંગ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ વીડિયો એક પંજાબી ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં આમિર તે ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો હતો.

આમિર ખાને કર્યા ભાંગડા

વીડિયોમાં જોઈ શકાય છે કે આમિર ખાને જીન્સ અને કુર્તો પહેર્યો છે. આમિરે તેના વાળમાં બેન્ડ લગાવ્યું છે અને તે ખૂબ જ ડેશિંગ લુક ફ્લોન્ટ કરી રહ્યો છે. આમિર ખાન સાથે બેન્ડના સભ્યો પણ જોવા મળે છે અને તે તેમની સાથે ભાંગડા કરી રહ્યો છે. તેની આ ડાન્સિંગ સ્ટાઈલ ખૂબ જ શાનદાર લાગે છે.

હવે આમિર ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેન્સને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે કે, “મને આમિર ગમે છે, તે એક ક્રિએટિવ એક્ટર છે.” આ સિવાય બીજા એક યુઝરે લખ્યું છે કે, શાનદાર ડાન્સ. આ સિવાય ફેન્સ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો તેમના આ ડાન્સને ફાયર કહી રહ્યા છે.

આ પણ વાંચો : Chamkila Teaser: દિલજીત દોસાંજની ફિલ્મ ચમકીલાનું ટીઝર થયું રિલીઝ, પંજાબી સિંગરની હત્યા પર બની છે ફિલ્મ

ફ્લોપ રહી હતી આમિર ખાનની ફિલ્મ

આમિર ખાન છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થઈ હતી. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મ પછી તેને થોડો સમય બ્રેક લીધો અને કહ્યું કે તે તેના પરિવાર, માતા અને બાળકો સાથે થોડો સમય વિતાવવા માંગે છે. તેના ફેન્સ તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો