બ્રહ્માસ્ત્રમાં ‘પ્રભાસ્ત્ર’ સાથે લડતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સે તેની સ્ટાર વોર્સ સાથે કરી તુલના

|

Aug 31, 2022 | 9:44 PM

હાલમાં જ ફિલ્મમાં બ્રહ્માસ્ત્રનો (Brahmastra) એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં બિગ બી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના પ્રભાસ્ત્ર સાથે લડતા જોવા મળે છે.

બ્રહ્માસ્ત્રમાં પ્રભાસ્ત્ર સાથે લડતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સે તેની સ્ટાર વોર્સ સાથે કરી તુલના
Amitabh Bachchan

Follow us on

બોલિવૂડ નિર્દેશક અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રની (Brahmastra) રિલીઝને હવે થોડો સમય બાકી છે. આ દરમિયાન ફિલ્મમાં નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રને લગતો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અમિતાભ (Amitabh Bachchan) પોતાની પ્રકાશની તલવાર પ્રભાસ્ત્ર સાથે લડતા જોવા મળે છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ ફેન્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ તેની તુલના સ્ટાર વોર્સ સાથે પણ કરી છે.

પ્રભાસ્ત્ર સાથે લડતા જોવા મળ્યા અમિતાભ

હાલમાં જ ફિલ્મમાં બ્રહ્માસ્ત્રનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં બિગ બી અમિતાભ બચ્ચન પોતાના પ્રભાસ્ત્ર સાથે લડતા જોવા મળે છે. આ વીડિયો કરણ જોહરે શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેને લખ્યું- ‘મળો ગુરુ અને તેમના પ્રભાસ્ત્રને માત્ર 9 દિવસમાં. 9 સપ્ટેમ્બરથી થિયેટરોમાં. અમિતાભ બચ્ચનના આ વીડિયો પર ફેન્સ પણ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે કોમેન્ટ કરીને લખ્યું- ‘તે સ્ટાર વોર્સ જેવું લાગી રહ્યું છે.’ એક અન્ય પ્રશંસકે તેની કોમેન્ટમાં લખ્યું- ‘આખરે ભારતીય સિનેમાને હોલીવુડ જેવી ફિલ્મ મળશે.’

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ત્રણ ભાગમાં આવશે આ ફિલ્મ

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં આવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે જોવા મળશે. અમિતાભ બચ્ચન પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીના રૂપમાં જોવા મળશે, જેમને પ્રકાશની તલવાર ‘પ્રભાસ્ત્ર’ ધારણ કરનાર એક સમજદાર નેતા તરીકે દર્શાવવામાં આવશે. નાગાર્જુન ફિલ્મમાં પુરાતત્વવિદ્ની ભૂમિકા ભજવશે. મૌની રોય આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

આ ફિલ્મોમાં જોવા મળશે બિગ બી

અમિતાભ કોમેડી ડ્રામા ફિલ્મ ગુડબાયમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાન્ના પણ જોવા મળશે અને તે 7 ઓક્ટોબરે રિલીઝ થશે. અમિતાભ પાસે સૂરજ બડજાત્યાની ઊંચાઈ પણ પાઇપલાઇનમાં છે. અમિતાભ સિવાય ફિલ્મમાં નીના ગુપ્તા, સારિકા, પરિણીતી ચોપરા, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થશે. અમિતાભ ‘પ્રોજેક્ટ કે’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટની પણ જોવા મળશે.

Next Article