નોરા ફતેહીનો ફોટો ક્લિક કરતી વખતે પડી ગયો માણસ, એક્ટ્રેસે તેની કરી મદદ, જુઓ Viral Video

નોરાનો (Nora Fatehi) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહીની સામે એક પાપારાઝી તેનો ફોટો ક્લિક કરતી વખતે જમીન પર પડી જાય છે અને તેની મદદ કરે છે. ફેન્સ સોશિયલ મીડિયા પર નોરાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

નોરા ફતેહીનો ફોટો ક્લિક કરતી વખતે પડી ગયો માણસ, એક્ટ્રેસે તેની કરી મદદ, જુઓ Viral Video
Nora Fatehi
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 20, 2023 | 5:40 PM

સોશિયલ મીડિયામાંના યુગમાં લોકોની નજર બોલીવુડના એક્ટરો પર રહેતી હોય છે. ત્યારે કયા કલાકાર શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે તેમજ કોને મળી રહ્યા છે અને કોની સાથે અફેર ચાલી રહ્યું છે તે તમામ પર લોકોની નજર રહેતી હોય છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીના ઘણા ફેન્સ છે. સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ નોરા ફતેહીને ફોલો કરી રહ્યા છે. નોરા ફતેહી લાખો દિલોની ધડકન છે. બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી હાલમાં ઠગ સુકેશ ચંદ્રશેખર કેસને કારણે ચર્ચામાં છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

હાલમાં જ નોરા મુંબઈમાં જોવા મળી હતી, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહીની સામે એક પાપારાઝી તેનો ફોટો ક્લિક કરતી વખતે જમીન પર પડી જાય છે, જેને જોઈને નોરા તેની પાસે જાય છે અને તે વ્યક્તિના ખભા પર હાથ મૂકીને કહે છે, ‘અરે, સાંભળીને રહો.’ આ વીડિયો સામે આવતા જ લોકો સોશિયલ મીડિયા પર નોરાના જોરદાર વખાણ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, ‘લોકો નોરાને જોઈને લપસી જાય છે અને પડી જાય છે.’ તો બીજાએ લખ્યું, ‘ઓહ કેટલા સારા છો’. આવા ઘણા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર ઘણા હાર્ટ ઇમોજી ઘણા ફેન્સે શેયર કર્યા છે.

આ પણ વાંચો : ફંક્શન માટે તૈયાર થવા સલૂનની બહાર જોવા મળી આથિયા શેટ્ટી, જુઓ Viral Video

નોરા ફતેહી મોરોક્કો અને કેનેડાની છે. તેણે હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. નોરાએ હિન્દી ફિલ્મ રોર: ટાઈગર્સ ઓફ ધ સબરબન્સથી ઓનસ્ક્રીન ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ 2014માં આવી હતી. બિગ બોસ 9માં ભાગ લઈને તેને ઓળખ મળી હતી. આ પછી નોરા જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં સાકી સાકી ગીતથી ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. હાલમાં નોરા ફતેહી ફિલ્મ થેંક ગોડમાં જોવા મળી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના માનિકે ગીતમાં નોરાની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હાલમાં નોરા રિયાલિટી શો ઝલક દિખલા જા 10ને જજ તરીકે જોવા મળી હતી. આ શોમાં તેની સાથે માધુરી દીક્ષિત અને કરણ જોહર છે.