Oscars 2023: ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો ઓસ્કાર એવોર્ડનું Live Streaming

|

Mar 10, 2023 | 6:38 PM

Oscars 2023: ઓસ્કાર એવોર્ડ સેરેમનીનો રંગારંગ કાર્યક્રમ 13 માર્ચે ભારતમાં ટેલિકાસ્ટ થશે. આ વખતે આ એવોર્ડ તમામ દેશવાસીઓ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે ભારત તરફથી 3 ફિલ્મોએ ઓસ્કારમાં પોતાનો દાવો રજૂ કર્યો છે, જેમાં એસએસ રાજામૌલીની આરઆરઆરનો (RRR) સમાવેશ થાય છે.

Oscars 2023: ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો ઓસ્કાર એવોર્ડનું Live Streaming
Oscars 2023

Follow us on

Oscars 2023: ઓસ્કર 2023ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, ખાસ કરીને ભારતમાં આ એવોર્ડને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતમાંથી આ વખતે 3 ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે. તેમાં એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું નામ પણ સામેલ છે. આ ફિલ્મ પહેલા જ ગ્રેમી એવોર્ડ જીતીને ઈતિહાસ રચી ચૂકી છે અને હવે બધાની નજર મનોરંજન જગતના સૌથી મોટા એવોર્ડ પર છે. હવે થોડા સમયમાં જ રાહ પૂરી થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઓસ્કાર એવોર્ડની જાહેરાત ક્યારે થશે અને તમે ભારતમાં તેનું લાઈવ ટેલિકાસ્ટ ક્યારે જોઈ શકશો.

ક્યારે અને ક્યાં જોઈ શકશો ઓસ્કારનું લાઈવ ટેલિકાસ્ટ?

એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડનું સૌથી મોટું સન્માનનું આયોજન 12 માર્ચે રાત્રે 8 વાગ્યે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં થશે. જ્યારે ભારતીય સમયાનુસાર, તમે તેનું લાઈવ ટેલિકાસ્ટ 13 માર્ચે સવારે 5:30 વાગ્યે જોઈ શકો છો. એવોર્ડ સેરેમનીનું સ્ટ્રીમિંગ યુટ્યૂબ, હુલુ લાઈવ ટીવી, ડાયરેક્ટ ટીવી, ફુબો ટીવી, એટી એન્ડ ટી ટીવી પર કરવામાં આવશે. આની જવાબદારી એબીસી નેટવર્કે લીધી છે. ભારતમાં તેની સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. આ સિવાય એબીસીની વેબસાઈટ કે એપ પર પણ જોઈ શકાય છે.

ભારત માટે શું છે ખાસ?

ભારત તરફથી 2023ના ઓસ્કારમાં ત્રણ અલગ-અલગ ફિલ્મોએ પોતાનો દાવો કર્યો છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં અને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં આ વર્ષે ભારતમાંથી બે ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય આરઆરઆરનું લોકપ્રિય ગીત નાટુ નાટુ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી માટે ભારત તરફથી ઓલ ધેટ બ્રેથને સામેલ કરવામાં આવી છે જ્યારે બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને સામેલ કરવામાં આવી છે. આ વખતે ઓસ્કારથી ભારતને ઘણી આશાઓ છે અને એવું માનવામાં આવે છે કે વર્ષ 2023 ભારત માટે ઐતિહાસિક બની શકે છે.

પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
Video : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં થાય તમારું એક્સિડન્ટ

કોણ હોસ્ટ કરશે ઓસ્કર?

ગયા વખતની જેમ આ વખતે પણ ઓસ્કારમાં ત્રણ હોસ્ટ નહીં હોય. ગયા વર્ષે, રેગીના હોલ, એમી સ્કમર અને વાન્ડા સાયક્સે એવોર્ડ સેરેમની હોસ્ટ કરી હતી, જ્યારે આ વર્ષે કોમેડિયન જિમી કિમેલ ફરીથી આ શોને હોસ્ટ કરશે.

આ પણ વાંચો : હોલીવુડમાં એન્ટ્રી કરશે RRR સ્ટાર રામ ચરણ? પહેલા પ્રોજેક્ટની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

કોણ કરી રહ્યું છે પ્રેઝેન્ટ?

આ વખતે ભારત તરફથી દીપિકા પાદુકોણ એવોર્ડ શોમાં પ્રેઝેન્ટર તરીકે જોવા મળશે. હાલમાં, તે દેશની સૌથી પાવરફુલ એક્ટ્રેસમાંથી એક છે અને દુનિયાભરમાં તેની મોટી ફેન ફોલોઈંગ છે. જોકે તે ઓસ્કારમાં દેશનું પ્રતિનિધિત્વ નથી કરી રહી, પરંતુ તેણે વિશ્વના સૌથી મોટા એવોર્ડ શોમાં પોતાની હાજરી આપશે. તેની સાથે એમિલી બ્લન્ટ, ડ્વેન જોન્સન, સેમ્યુઅલ એલ જેક્સન, રિઝ અહેમદ, જોઈ સલડાના, માઈકલ બી જોર્ડન સહિતના ઘણા કલાકારો હશે.

Published On - 6:37 pm, Fri, 10 March 23

Next Article