Jawan Girl Gang: ‘જવાન’ની ગર્લ ગેંગને મળો, શાહરૂખ ખાને આ 5 યુવતીઓના જોરે મચાવી ધમાલ !

|

Sep 07, 2023 | 3:45 PM

માત્ર શાહરૂખ ખાન (Shah Rukh khan) જ નહીં પરંતુ તેની ગર્લ ગેંગ પણ 'જવાન'માં ધમાલ મચાવી રહી છે. કિંગ ખાનની ફિલ્મમાં 1-2 નહીં પરંતુ 7 અભિનેત્રીઓ છે. શાહરૂખ ખાનની ગર્લ ગેંગમાં નયનતારા અને દીપિકા પાદુકોણ ઉપરાંત 5 વધુ છોકરીઓનો સમાવેશ થાય છે. જાણો કોણ છે આ 5 યુવતીઓ જેના બળ પર 'જવાન' એ ધમાલ મચાવી છે.

Jawan Girl Gang: જવાનની ગર્લ ગેંગને મળો, શાહરૂખ ખાને આ 5 યુવતીઓના જોરે મચાવી ધમાલ !

Follow us on

શાહરૂખ ખાનના એક ઈશારા પર ‘જવાન‘માં ગોળીબાર કરનાર ગર્લ ગેંગની ઘણી ચર્ચા છે. મહિલા સશક્તિકરણ દર્શાવતી એટલી કુમારની ફિલ્મ ‘જવાન’માં એક-બે નહીં પરંતુ 7 અભિનેત્રીઓ છે. જ્યારે નયનતારા અને દીપિકા પાદુકોણ જવાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યારે 5 છોકરીઓની ગેંગ ‘ચીફ’ના ઓર્ડર માટે તૈયાર છે. આખરે શાહરૂખ ખાન (Shah Rukh khan)ની જવાનમાં ગર્લ ગેંગના 5 સભ્યો કોણ છે, જેઓ એક મોટી જવાબદારી નિભાવી રહી છે?

આ પણ વાંચો : Jawan Movie Review : જવાનમાં શાહરુખ ખાન-એટલીએ કર્યું અદ્ભુત કામ, તમે નહીં જોયો હોય નોર્થ-સાઉથનો આવો મેળ

સાન્યા મલ્હોત્રા – આમિર ખાનની ‘દંગલ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા શાહરૂખની જવાનમાં જોવા મળી રહી છે. જવાનના ટ્રેલર અને ગીતોના પ્રિવ્યૂથી લઈને સાન્યાની ઝલક ઘણી વખત જોવા મળી છે. સાન્યા શાહરૂખની ગર્લ ગેંગમાંથી એક છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

લહર ખાન – લહર ખાન રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી છે. લહરે ફિલ્મમાં અમિતાભના આશ્રમમાં રહેતા બાળકોની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ‘પાર્ચ્ડ’ ફિલ્મમાં પણ કામ કર્યું છે. OTT પર ઘણી સિરીઝ કરી ચુકેલી લહર ખાન હવે શાહરૂખની જવાનમાં ગર્લ ગેંગનો ભાગ છે.

સંજીતા ભટ્ટાચાર્ય – સંજીતા પણ શાહરૂખ ખાનની ‘જવાન’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ગીત ગાવાની શોખીન સંજીતાને અચાનક જ જવાન માટે ઑફર આવી. ગર્લ ગેંગમાં સંજીતા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સંજીતાએ ‘ફીલ્સ લાઈક ઈશ્ક’ અને બીજી ઘણી સીરીઝમાં કામ કર્યું છે.

પ્રિયમણી – પ્રિયમણી ફરી એકવાર શાહરૂખની જવાનમાં જોવા મળી રહી છે. આ પહેલા પ્રિયામણીએ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ગીત ‘વન ટુ થ્રી ફોર’માં કિંગ ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી.’ધ ફેમિલી મેન’ સિવાય પ્રિયમણિએ ઘણી સીરિઝમાં કામ કર્યું છે.

ગિરિજા ઓક ગોડબોલે – ગિરિજા મરાઠી સિનેમાનો જાણીતો ચહેરો છે, જે શાહરૂખની ગર્લ ગેંગમાં સામેલ છે. ગિરિજા થિયેટર આર્ટિસ્ટ છે. તે આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’માં પણ જોવા મળી હતી. તેણીએ ‘કલા’ થી ‘શોર ઇન ધ સિટી’ જેવી OTT સિરીઝમાં પણ અભિનય કર્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article