68માં National Film Awardsની આજે જાહેરાત, આ કલાકારો એવોર્ડ જીતે તેવી આશા

નેશનલ ફિલ્મ એવોર્ડસ (National Film Awards)ની જાહેરાત થઈ ચૂકી છે, શુક્રવારના રોજ અનેક ફિલ્મો અને કલાકારોની કિસ્મત ચમકશે.

68માં National Film Awardsની આજે જાહેરાત, આ કલાકારો એવોર્ડ જીતે તેવી આશા
68માં National Film Awardsની આજે જાહેરાત
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 22, 2022 | 12:31 PM

National Film Awards : આજે એટલે કે,22 જુલાઈની રાત્રે એક મેગા ઈવેન્ટની શરુઆત થવાની છે, આ ઈવેન્ટ 68માં નેશનલ ફિલ્મ એવોર્ડસનું આયોજન કરાયું છે, આ ઈવેન્ટમાં અનેક ફિલ્મો અને એકટર્સને આ એવોર્ડસ આપવામાં આવશે. નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કલાકારોને સારા કામ માટે નેશનલ એવોર્ડસ (National Film Awards)થી સન્માનિત કરાશે, આ વાતની જાણકારી પીઆઈબી ઈન્ડિયા (PIB India)એ પોતાના યુટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવી છે,એવી ઘણી કેટેગરી છે. જેમાં લોકોને આ એવોર્ડ આપવામાં આવશે. દરેક વિભાગ માટે એવોર્ડ આપવામાં આવ્યા છે, જે વર્ષ 2022માં પણ આપવામાં આવશે. જો કે આ વખતે કોના નામ પર મહોર લાગે છે તે જોવાનું રહેશે.

આ ફિલ્મોને મળી શકે છે અવોર્ડ

કેટલીક ફિલ્મો અને કલાકારોને આ એવોર્ડ મળવાનો છે, આ વિશે અમે તમને અંદાજો લગાવી જણાવી શકીએ કે, કઈ ફિલ્મો અને કલાકારોને આ એવોર્ડ મળી શકે છે. આ ફિલ્મોમાં પહેલા નામ આવે છે,સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહ, ત્યારબાદ સરદાર ઉદ્યમ સિંહનું નામ આવે છે પછી ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અને શેરની છે. આ ફિલ્મો સિવાય સાઉથની બ્લોકબલસ્ટર ફિલ્મ પુષ્પા ધ રાઈઝ પણ સામેલ છે. તેમજ બીજી અન્ય કેટેગરીની ફિલ્મોને પણ એવોર્ડ મળી શકે છે

શેરશાહ અને ઉદ્યમ સિંહ રેસમાં આગળ

બોલિવુડ ન્યુઝ અનુસાર વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉદ્યમ સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહ એવોર્ડની લિસ્ટમાં સૌથી આગળ છે. આ બંન્ને ફિલ્મો શાનદાર છે, તેમાં નિભાવવામાં આવેલા પાત્રો પણ ખુબ ખાસ છે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિક્કી કૌશલે આ ફિલ્મોમાં પોતાની અલગ છાપ છોડી છે

મનોજ વાજપેયી અને કંગનાને મળ્યા હતા આ એવોર્ડ

ગત્ત વર્ષ અનેક ફિલ્મો અને કલાકારોને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 67 નેશનલ એવોર્ડ કાર્યક્રમમાં કંગના રનૌત, મનોજ બાજપેયી સિવાય સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને ધનુષને પણ તેના કામ માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહનું આયોજન દિલ્હીમાં આવેલ વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું છે, છિછોરોને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. કંગના રનૌત પોતાના માતા-પિતાની સાથે આ એવોર્ડ લેવા પહોંચી હતી. કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા માટે સર્વશ્રેષ્ઠઅભિનેત્રીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે મનોજ બાજપેયીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.