Shiv Shastri Balboa: 5 હજાર સૈનિક જોશે અનુપમ ખેરની ફિલ્મ, એક્ટરે શેયર કર્યો ખાસ Video

|

Feb 09, 2023 | 10:03 PM

Anupam Kher Shiv Shastri Balboa: 10 ફેબ્રુઆરીએ અનુપમ ખેરની (Anupam Kher) ફિલ્મ 'શિવ શાસ્ત્રી બાલ્બોઆ' રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા એક્ટર સીઆઈએસએફ જવાનો સાથે જોવા મળ્યો છે.

Shiv Shastri Balboa: 5 હજાર સૈનિક જોશે અનુપમ ખેરની ફિલ્મ, એક્ટરે શેયર કર્યો ખાસ Video
anupam kher-shiv shastri balboa
Image Credit source: Instagram

Follow us on

Anupam Kher Shiv Shastri Balboa: બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર છેલ્લા કેટલાક સમયથી તેમની ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બાલ્બોઆ’ને લઈને ચર્ચામાં છે. તેમની આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા તેને એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેવો  સીઆઈએસએફના જવાનો સાથે જોવા મળી રહ્યા  છે.

આ વીડિયો અનુપમ ખેરે પોતાની ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા 9 ફેબ્રુઆરીએ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અનુપમ ખેર બેઠેલા જોવા મળે છે. તેની સાથે ઘણા સીઆઈએસએફ જવાન જોવા મળે છે. વીડિયો શેયર કરતા અનુપમ ખેરે જણાવ્યું કે આવતીકાલે દેશભરના અલગ-અલગ ભાગોમાંથી લગભગ 5000 જવાન તેમની ફિલ્મ જોવાના છે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

અનુપમ ખેરે કહી આ ખાસ વાત

આ વીડિયોમાં જવાન સાથે જોવા મળતા અનુપમ ખેર કહે છે કે, “મિત્રો, આવતીકાલે અમારી ફિલ્મ શિવ શાસ્ત્રી બાલ્બોઆ રીલિઝ થઈ રહી છે અને જુઓ અમારી ફિલ્મ જોવા કોણ આવે છે. અમારા ખાસ મહેમાનો, સીઆઈએસએફ જવાનો, ઓફિસર્સ, તેમની ફેમિલી અને આજે આ લોકો થિયેટરની સુરક્ષા ચેક કરવા આવ્યા છે. આ વીડિયોમાં આગળ અનુપમ ખેર સીઆઈએસએફના જવાનોનો આભાર માને છે અને કહે છે, “તમે આવશો, અમારી ફિલ્મ જોશો, અમારા માટે આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે.” આગળ બધા મળીને ફિલ્મનું નામ લે છે અને પછી ભારત માતા કી જયના ​​નારા લગાવે છે.

આ વીડિયોના કેપ્શનમાં અનુપમ ખેરે લખ્યું છે કે, “આ ટીમ શિવ શાસ્ત્રી બાલ્બોઆ માટે ગર્વની વાત છે કે આવતીકાલે દેશના અલગ અલગ ભાગોમાં આપણા આર્મ્ડ ફોર્સેસના લગભગ 5000 જવાન અને ઓફિસર્સ તેમના પરિવાર સાથે અમારી ફિલ્મ જોશે. જેઓ આપણી રક્ષા કરે છે, તેમનું અને તેમનું મનોરંજન કરવું એ આપણું કર્તવ્ય છે.

આ પણ વાંચો : Alone Song: કપિલ શર્માએ કર્યું સિંગિંગ ડેબ્યૂ, રિલીઝ થયું પહેલું ગીત, જુઓ Video

ફિલ્મમાં જોવા મળશે આ સ્ટાર્સ

આ ફિલ્મમાં અનુપમ ખેર સિવાય નીના ગુપ્તા, મોહબ્બતેં ફેમ જુગલ હંસરાજ, શારીબ હાશમી અને એક્ટ્રેસ નરગીસ ફખરી જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં નરગીસ શારીબની અપોઝિટ જોવા મળશે. આ ફિલ્મને અજયન વેણુગોપાલને ડાયરેક્ટ કરી છે.

Next Article