Most Expensive Songs : આ ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ થયો, એક ગીતના બજેટમાં તો આખી ફિલ્મ બની જાય

કોઈ પણ ફિલમનું ગીત પણ ખુબ જરુરી હોય છે. ફિલ્મ નિર્માતા ગીત ( Song)સુપર હિટ બનાવવા માટે કરોડો રુપિયા ખર્ચે છે, ફિલ્મ industryમાં એવા ગીતો બનાવવામાં આવ્યા છે જેનું બજેટ કરોડો રુપિયા હતુ.

Most Expensive Songs : આ ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ થયો, એક ગીતના બજેટમાં તો આખી ફિલ્મ બની જાય
આ ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ થયો
Image Credit source: hindustannewshub
| Edited By: | Updated on: Jun 15, 2022 | 5:32 PM

Most Expensive Songs : ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry)માં મોટા બજેટની ફિલ્મ બનવી તો સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ હવે નિર્માતા ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ કરે છે, કોઈ પણ ફિલ્મ (Song)માં ગીત મહત્વનો ભાગ ભજવે છે, અમુક ગીતો એવા હોય છે જેના ખર્ચ પર એક આખી ફિલ્મ બનીને તૈયાર થઈ જાય છે, ચાલો જાણીએ અત્યાર સુધીના સૌથી મોંધા ગીતો પર….

તૂ હી રે..

રજનીકાંતની ફિલ્મ 2.0નું આ ગીત અત્યાર સુધીનું સૌથી મૌંધુ ગીત છે, જાણકારી મુજબ આ ગીત બનાવવામાં 20 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. ગીતમાં શાનદાર વીએફેક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને 10 દિવસમાં 4 અલગ અલગ સેટ પર શુટ કરવામાં આવ્યો હતો

‘ઉં અંટાવા’

પુષ્પા ધ રાઈઝના આ ગીતમાં સમાંથા રુથ પ્રભુનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. જેને દર્શકો ખુબ પસંદ કરતા હતા. ‘ઉં અંટાવા’ માં સમાંથા અને અલ્લુ અર્જુનની કેમિસ્ટ્રી ધમાલ મચાવી હતી. આ ગીત બનાવવામાં સાડા છ કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો,સુકુમાર દ્વારા દિગ્દર્શિત એક્શન-એન્ટરટેઈનર (Action-entertainer) ‘પુષ્પાઃ ધ રાઈઝ’ 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેની વ્યાપક પ્રશંસા થઈ હતી

શ્રવલ્લી

પુષ્પા ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ગીત ઝાવેદ અલીએ ગાયું હતુ રિપોર્ટસ અનુસાર આ ગીત બનાવવામાં 5કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને રવિવારે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022 સમારોહમાં ‘ફિલ્મ ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો છે.

પાર્ટી ઓલ નાઈટ

અક્ષય કુમારની ફિલ્મ બોસનું આ ગીત બોલીવુડના સૌથી મોંધા ગીતમાંથી એક છે. આ ગીતમાં હની સિંહે પોતાનો અવાજ આપ્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ અંદાજ 6 કરોડ રુપિયા ખર્ચ થયો હતો

રામ ચાહે લીલા

સંજયલીલા ભંસાલીની ફિલ્મ રામલીલા ગોલિયો કી રાસલીલા આ ગીતમાં પ્રિયંકા ચોપરા જોવા મળી હતી. આ ગીતમાં અંદાજે 6 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ ‘જી લે ઝરા’ માટે હા કહેતી વખતે તેણે ફરહાન અખ્તરને કહ્યું હતું કે તે આ ફિલ્મમાં ડાન્સ કરવા માંગે છે. પ્રિયંકા હોલીવુડના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહે છે,

Published On - 12:59 pm, Tue, 14 June 22