Navratri 2022 : નવરાત્રી અને બોલિવૂડનું ખાસ કનેક્શન, આ ગીતો જબરદસ્ત હિટ સાબિત થયા છે, જુઓ વીડિયો

|

Sep 26, 2022 | 11:20 AM

નવરાત્રીનો તહેવાર બોલિવૂડ ફિલ્મો માટે ખૂબ જ લકી સાબિત થાય છે. 5 ફિલ્મોએ આ ફેસ્ટિવલ સાથે પોતાનું લકી કનેક્શન સાબિત કર્યું છે.

Navratri 2022 : નવરાત્રી અને બોલિવૂડનું  ખાસ કનેક્શન, આ ગીતો જબરદસ્ત હિટ સાબિત થયા છે, જુઓ વીડિયો
નવરાત્રિ અને બોલિવૂડનું ખાસ કનેક્શન, આ ગીતો જબરદસ્ત હિટ સાબિત થયા છે જુઓ વીડિયો
Image Credit source: Social Media

Follow us on

Navratri 2022: આ વર્ષે શારદીય નવરાત્રી (Navratri 2022) 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ જ કારણ છે કે દેશભરમાં ભક્તિમય માહોલ છવાયો છે. સાથે જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ ભક્તિમાં ડૂબેલી જોવા મળી રહી છે. ફિલ્મ સ્ટાર્સે પણ આ પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને માતાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ઉત્સવના અવસર પર ફિલ્મો રજૂ કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. ફિલ્મોની વાત કરીએ તો બોલીવુડ ( Bollywood)ની ઘણી એવી ફિલ્મો છે જેમાં નવરાત્રીના તહેવારને શાનદાર રીતે રજુ કરવામાં આવી છેફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી નવરાત્રિને ફિલ્મોમાં રજુ કરવા માટે પ્રખ્યાત છે.

ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ફિલ્મમાં એશ્વર્યા રાયને એક ગુજરાતી છોકરી તરીકે દેખાડવામાં આવી હતી. આ ફિલ્મમાં નવરાત્રીનો તહેવાર અને પુજન શાનદાર રીતે દેખાડવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ સિવાય રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’માં પણ નવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. આ તહેવાર પર ફિલ્મમાં એક ધમાકેદાર ગીત પણ આધારિત છે.

આયુષ શર્મા અને વરીના હુસૈનની લવયાત્રીમાં પણ નવરાત્રિનું સેલિબ્રશેન જોવા મળ્યું હતુ, ફિલ્મમાં Chogada ટાઈટલનું ગીત હિટ થયું હતુ.

શાહરુખ ખાન અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની ફિલ્મ રઈસમાં પણ નવરાત્રિનું સેલિબ્રેશન રજુ કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મમાં ગીત ઉડી ઉડી જાઈ આ તહેવાર પર આધારિત છે.

સુશાંત સિંહ રાજપૂત, રાજ કુમાર રાવ અને અમિત સાધ સ્ટારર ફિલ્મ ‘કાઈ પો છે’માં પણ નવરાત્રિના તહેવારની ઉજવણી જોવા મળી હતી. આ ફિલ્મનું એક ગીત ‘શુભારંભ’ આ તહેવારના વાતાવરણ સાથે શૂટ કરવામાં આવ્યું છે.રસપ્રદ વાત એ છે કે આ તમામ ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા નવરાત્રી સ્પેશિયલ ગીતો જબરદસ્ત હિટ સાબિત થયા છે.

 

 

નવરાત્રીના પ્રથમ નોરતે દેવીના શૈલપુત્રી (shailputri) સ્વરૂપના પૂજન કરવામાં આવે છે.આદ્યશક્તિના નવદુર્ગા સ્વરૂપોમાં સર્વ પ્રથમ પૂજા શૈલપુત્રીની થાય છે. શૈલપુત્રી એટલે જ શૈલરાજ હિમાલયની પુત્રી, દેવી પાર્વતી. દેવી શૈલપુત્રી વૃષભ પર આરુઢ હોઈ તે વૃષભરુઢા કે વૃષભવાહિનીના નામે પણ ઓળખાય છે. તો, ભક્તો તેમને હેમવતી, માહેશ્વરી અને ઈશ્વરી જેવા નામે પણ સંબોધે છે. દેવીએ જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલા છે.

Next Article