26/11 Mumbai Attack : અક્ષય કુમારથી લઈને અભિષેક બચ્ચન સુધીના સેલેબ્સે શહીદોને આપી શ્રદ્ધાંજલિ

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આજે 13મી વર્ષગાંઠ છે. 13 વર્ષ પહેલા આ દિવસે અનેક નિર્દોષોના જીવ ગયા હતા. મુંબઈને આતંકવાદી હુમલાથી બચાવવા માટે અનેક જવાનો શહીદ થયા હતા.

26/11 Mumbai Attack : અક્ષય કુમારથી લઈને અભિષેક બચ્ચન સુધીના સેલેબ્સે શહીદોને આપી શ્રદ્ધાંજલિ
mumbai attack
| Edited By: | Updated on: Nov 26, 2021 | 3:21 PM

આજે 26/11 છે અને વર્ષ 2008માં આ દિવસે જે બન્યું હતું તેને કોઈ કેવી રીતે ભૂલી શકે. આ દિવસે આતંકવાદીઓએ મુંબઈ (Mumbai) પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ મુંબઈની તાજ હોટલ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં હજારો લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા. સાથે જ તેમાં અનેક જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાને 13 વર્ષ થઈ ગયા છે અને દરેક લોકો આ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બોલિવૂડ સેલેબ્સ પણ આ દિવસને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અક્ષય કુમારે ટ્વીટ કર્યું, મુંબઈના તે ભયાનક આતંકી હુમલાને 13 વર્ષ થઈ ગયા છે. આ હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને યાદ કરીએ છીએ. અમારા શહેરની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા તમામ બહાદુરોને મારી શ્રદ્ધાંજલિ.

અભિષેક બચ્ચને Abhishek Bachchan) પણ ટ્વિટર પર લખ્યું કે, 26/11 ક્યારેય ભૂલી શકાય નહીં. અમારા હીરોને યાદ કરીને.

વિવેક ઓબેરોયે આ હુમલામાં લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ આપનાર લોકો માટે એક ક્ષણ માટે મૌન પાળવાનું કહ્યું. તે સમયે જ્યારે અમે અમારા ઘરમાં સુરક્ષિત હતા ત્યારે તેમને ગોળીઓનો સામનો કરવો પડ્યો હતો. હું એ શહીદોને સલામ કરું છું.

આ ત્રણેય સ્ટાર્સની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ત્રણેયના આગામી પ્રોજેક્ટ રિલીઝ માટે તૈયાર છે. અક્ષય કુમારની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, જેમાં અત્રાંગી રે, રામ સેતુ, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રક્ષાબંધનનો સમાવેશ થાય છે. બીજી તરફ અભિષેક બચ્ચન બોબ બિશ્વાસની ફિલ્મમાં જોવા મળવાનો છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સિવાય તે દાસવી ફિલ્મમાં પણ જોવા મળવાનો છે. વિવેક ઓબેરોય મલયાલમ ફિલ્મ કડુવામાં જોવા મળશે.

આ પણ વાંચો : 26/11 મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે

આ પણ વાંચો : મદરેસામાં કુકર્મ, મૌલાનાએ આચર્યુ દુષ્કર્મ! સેલવાસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ આરોપી મૌલવીની ધરપકડ

Published On - 3:13 pm, Fri, 26 November 21