વરિષ્ઠ અભિનેતા બિરબલનું નિધન થયું છે. તેમણે મુંબઈના અંધેરી વેસ્ટ, ચાર બંગલા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ 85 વર્ષના હતા. મહત્વનુક છે કે તેમનું સાચું નામ સતેન્દ્ર કુમાર ખોસલા હતું. પોતાનાં પરિવારમાં તેઓ તેના તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા.
Rest in Peace, Birbal Ji
Renowned comic actor Satinder Kumar Khosla, better known by his stage name #Birbal, has passed away at the age of 85. Birbal made his debut in the world of Hindi cinema with Manoj Kumar’s film “Upkar” in 1967.
Over the course of his illustrious… pic.twitter.com/n3IRopxSaN
— Bollywoodirect (@Bollywoodirect) September 12, 2023
તેમના પિતા પાસે એક પ્રિન્ટિંગ પ્રેસ હતું, જે ખોસલા પ્રિન્ટિંગ પ્રેસ તરીકે ઓળખાય છે. અભિનેતાના માતા-પિતા ઇચ્છતા હતા કે તે તેમના વ્યવસાયનું સંચાલન કરવાનું શીખે. જો કે, તેણે ફિલ્મ ઉદ્યોગનો ભાગ બનવા માટે ઘણાં સપનાં જોયાં. જે બાદમાં બિરબલની બોલિવૂડમાં ધમાકેદાર રીતે એન્ટ્રી થઈ હતી. તેણે મનોજ કુમારની ફિલ્મ ઉપકારથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : London News: શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જોવા ગયેલા લોકોએ કેમ માંગ્યુ રિફંડ? જુઓ Video
તેણે ચાર્લી ચેપ્લિન, બૂંદ જો બન ગયી મોતી અને શોલે જેવી ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા દર્શાવી છે. અભિનેતા તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા. તેની પાસે પોતાના અભિનયથી લોકોને ગલીપચી કરવાની અદભૂત કળા હતી. તેણે રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ, અમીર ગરીબ, મેરા આશિક, જાના પહેચાન, અંજામ, સદમા, દિલ અને ફિર કભી જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો. અભિનેતાએ ‘કામ્યાબ’ અને ‘ચોર કે ઘર ચોર’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે ઘણી પ્રશંસા મેળવી હતી. તેમની કારકિર્દીમાં, તેમણે હિન્દી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ભાષાઓમાં 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.
Published On - 11:49 pm, Tue, 12 September 23