Saif Ali Khan Discharged : સૈફ અલી ખાનને 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા

|

Jan 21, 2025 | 6:01 PM

અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છરીથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયાના 5 દિવસ બાદ અભિનેતા પોતાના ઘરે પાછો ફર્યો છે. 16 જાન્યુઆરીના રોજ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો.

Saif Ali Khan Discharged : સૈફ અલી ખાનને 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
Saif Ali Khan

Follow us on

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છરીથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયાના 5 દિવસ બાદ અભિનેતા પોતાના ઘરે પાછો ફર્યો છે. 16 જાન્યુઆરીના રોજ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. મંગળવારે સૈફની સારવાર કરી રહેલા 4 ડોક્ટરોની ટીમે કહ્યું હતું કે તેમણે પરિવારને સૈફને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી છે. તે મુંબઈના બાંદ્રા સ્થિત સતગુરુ શરણ એપાર્ટમેન્ટ પહોંચી ગયો છે. તે પાછલા દરવાજેથી પોતાના ઘરમાં પ્રવેશ્યો હતો.

મંગળવારે સવારે કરીના કપૂર ખાન પોતે હોસ્પિટલ પહોંચી હતી અને ડિસ્ચાર્જ સંબંધિત તમામ કામ પૂર્ણ કર્યા પછી તે તેની બહેન કરિશ્મા કપૂર સાથે પાછી ફરી હતી. બાદમાં સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તે ઘરે જવા રવાના થયો. સૈફ હવે તેના ઘરે પહોંચી ગયો છે અને ડોક્ટરોની સલાહ મુજબ આરામ કરશે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

રોનિત રોય હોસ્પિટલ પહોંચ્યા

સૈફ અલી ખાનને સુરક્ષા પૂરી પાડતી એજન્સી બોલિવૂડ અભિનેતા રોનિત રોયની છે. આવી સ્થિતિમાં સૈફ અલી ખાનને રજા મળે તે પહેલાં રોનિત રોય પણ લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયા છે. સૈફને લીલાવતીથી તેના ઘરે લઈ જવાની જવાબદારી રોનિત રોયની સુરક્ષા કંપનીની હતી. આ સમય દરમિયાન પોલીસ પણ તેમની સાથે હતી. હુમલાના બે દિવસ પહેલા પણ રોનિત સૈફના ઘરે ગયો હતો.

ડોક્ટરોએ આપી આ સલાહ

ડોક્ટરોની ટીમે સૈફ અલી ખાનને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ ભારે વસ્તુ ઉપાડી શકશે નહીં. તેમને જીમમાં જવાની મનાઈ છે અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી શૂટિંગ કરવાની પણ મનાઈ છે. તેમને સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

 

Next Article