જેલમાં કેદીઓ માટે અભિષેક બચ્ચન પોતાની ફિલ્મ ‘દસવી’નું કરશે સ્પેશિયલ સ્ક્રીનિંગ, જાણો સમગ્ર વિગત

|

Mar 29, 2022 | 12:39 PM

આ પહેલ વિશે વાત કરતાં ડિરેક્ટર તુષાર જલોટા કહ્યુ કે,આગ્રામાં શૂટિંગ દરમિયાન, અભિષેકે જેલમાં તમામ કેદીઓ માટે 'દસમી'નું વિશેષ સ્ક્રીનિંગ દેખાડવાનું વચન આપ્યું હતું.

જેલમાં કેદીઓ માટે અભિષેક બચ્ચન પોતાની ફિલ્મ દસવીનું  કરશે સ્પેશિયલ સ્ક્રીનિંગ, જાણો સમગ્ર વિગત
Abhishek Bachchan (File Photo)

Follow us on

અભિષેક બચ્ચન(Abhishek Bachchan) ફરી એકવાર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દસવી’થી (Dasvi)મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. ગયા અઠવાડિયે રિલીઝ થયેલ ફિલ્મના ટ્રેલરને (Dasvi Trailer)સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ અને લોકો આ ફિલ્મ અંગે હકારાત્મક પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ રાજકારણી ગંગા રામ ચૌધરીની(Gangaram Chaudhry)  ભૂમિકા ભજવતો જોવા મળશે. સાથે જેલમાં જ તેને પોતાનું શિક્ષણ પૂરું કરવાનો નવો ઉદ્દેશ મળે છે.

તમને જણાવી દઈએ કે,અભિષેક બચ્ચને આગ્રા સેન્ટ્રલ જેલમાં વાસ્તવિક ગુનેગારો સાથે શૂટિંગ કર્યું હતુ, જેઓ પણ ફિલ્મનો એક ભાગ છે. મળતી માહિતી મુજબ ફિલ્મના નિર્માતાઓ આ અઠવાડિયે જેલમાં બંધ કેદીઓ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગની યોજના બનાવી રહ્યા છે.

અભિષેકે કેદીઓને વચન આપ્યું

આ સમાચારની પુષ્ટિ કરતા અભિષેક બચ્ચન કહ્યું કે,’હું તેને ફિલ્મ બતાવવાના તકની રાહ જોઈ રહ્યો છું. અમે કેદીઓ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવવા જઈ રહ્યા છીએ, કારણ કે અમે ફિલ્મમાં કામ કરનારાઓને વચન આપ્યું હતું કે અમે પાછા આવીને તમને ફિલ્મ બતાવીશું. જે પણ આ ફિલ્મનો પણ એક ભાગ છે, તેથી હું આ સ્પેશિયલ સ્ક્રિનિંગ માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ડાયરેક્ટર તુષાર જલોટાએ પુષ્ટિ કરી

આ પહેલ વિશે વાત કરતાં ડિરેક્ટર તુષાર જલોટા કહ્યુ કે,આગ્રામાં શૂટિંગ દરમિયાન, અભિષેકે જેલમાં તમામ કેદીઓ માટે ‘દસમી’નું વિશેષ સ્ક્રીનિંગ ગોઠવવાનું વચન આપ્યું હતું. તે ખરેખર તેના શબ્દનો માણસ છે અને અમે તેને અમારો પ્રેમ બતાવવા માટે ઉત્સાહિત છીએ.’

ફિલ્મની કહાની શું છે ?

સામાજિક કોમેડી ફિલ્મ દસવી એ ગંગા રામ ચૌધરીની કહાની છે, જે એક અભણ, ભ્રષ્ટ અને દિલથી દેશી રાજકારણી છે, જે જેલમાં એક નવા પડકારનો સામનો કરે છે. બાદમાં જેલમાં તેની મુલાકાત એક ‘રફ એન્ડ ટફ’ જેલર યામી ગૌતમ સાથે થાય છે. હવે દસમું ધોરણ પાસ કરવું તેનું આગલું મુકામ બને છે. જે જેલમાં ગંગારામ ચૌધરી દસમું પાસ કરવા માટે જોરશોરથી અભ્યાસ કરી રહ્યો છે. સાથે જ તેમની પત્ની CMની ખુરશી માટે પ્રયત્ન કરતી જોવા મળે છે.

આ પણ વાંચો : RRR Box Office Collection Day 4: બોક્સ ઓફિસ કલેક્શનમાં RRRએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પાછળ છોડી, આટલા કરોડની કરી કમાણી

Next Article