24 વર્ષની આ સિંગરે તોડ્યા 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, ગંગનમ સ્ટાઈલને પણ મૂકી દીધું પાછળ

|

Apr 13, 2021 | 4:48 PM

રોજેન પાક ઉર્ફે રોજે 24 વર્ષિય ગાયક છે જે દક્ષિણ કોરિયામાં રહે છે. જેનું એક સોંગ તાજેતરમાં રિલીઝ થયું હતું. રોજેએ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડી દીધા છે.

કે-પોપ ગર્લ ગ્રુપ ‘બ્લેકપીંક’ની મેમ્બર રોજેન પાક ઉર્ફે રોજેના ફેંસ માટે એક મોટા સમાચાર સામે આવ્યો છે. રોજેએ તેના સિંગલ ડેબ્યું સાથે માત્ર એક નહીં પરંતુ પરંતુ બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તોડી દીધા છે. યાદ અપાવી દઈએ કે તાજેતરમાં જ, રોઝેન પાકે ‘ઓન ધ ગ્રાઉન્ડ’ ગીત સાથે સિંગલ ડેબ્યું કર્યું હતું. જેને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને આ ગીતને ઘણા બધા વ્યૂઝ મળી રહ્યા છે. આ ગીત ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે.

24 કલાકમાં 41.6 મિલિયન વ્યૂ

તમને જણાવી દઈએ કે રોજેના આ ગીત ‘ઓન ધ ગ્રાઉન્ડ’ ને રિલીઝ થયાના 24 કલાકમાં જ 41.6 મિલિયન (4 કરોડથી વધુ) વ્યૂ મળી ગયા છે. તે જ સમયે રોજે ગ્લોબલ બિલબોર્ડ 200 અને બિલબોર્ડ ગ્લોબલ Excl માં પણ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે એ ખાસ વાત છે કે રોજે પ્રથમ કલાકાર છે જે બિલબોર્ડ ગ્લોબલ ચાર્ટ પર સોલો અને ગ્રૂપના સભ્ય તરીકે પ્રથમ નંબરે છે.

‘ગંગનમ સ્ટાઇલ’ નો તોડ્યો રેકોર્ડ

થોડા વર્ષો પહેલા પીએસવાયનું ધમાકેદાર ગીત ‘ગંગનમ સ્ટાઇલ’ વાયરલ થયું હતું અને તેની સાથે આ ગીટે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા. ‘ગંગનમ સ્ટાઇલ’ને રિલીઝના 24 કલાકમાં 36 મિલિયન વ્યૂ મળી ગયા હતા. પરંતુ હવે રોજેના ગીત’ ઓન ધ ગ્રાઉન્ડ’ ને 41.6 મિલિયન વ્યૂ મળી ગયા છે. તમને જણાવી દઈએ કે 24-વર્ષીય રોજેએ જૂન 2020 માં તેની સિંગલ ડેબ્યૂની ઘોષણા કરી હતી અને આ સિંગલ ડેબ્યૂ આલ્બમ ‘આર’ 12 માર્ચે રજૂ કરવામાં આવ્યો છે.

 

 

કોણ છે રોજેન પાક

રોજેન પાક ઉર્ફે રોજે 24 વર્ષિય ગાયક છે જે દક્ષિણ કોરિયામાં રહે છે. તેણીનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો હતો, પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં મોટી થઇ. રોજેએ 2012 માં વાયજી એન્ટરટેઈન્મેન્ટ માટે ઓડિશન આપ્યું હતું અને દક્ષિણ કોરિયન લેબલ સાથે ચાર વર્ષની તાલીમ લીધી હતી. તાલીમ લીધા પછી, રોજે 2016 માં ‘બ્લેકપીંક’ ગૂપન ભાગ બની હતી.

 

 

આ પણ વાંચો: Alert: WhatsApp ની સિસ્ટમમાં એક મોટી ભૂલ, દૂર બેસેલું કોઈપણ કરી શકે છે તમારું એકાઉન્ટ ડિલીટ

આ પણ વાંચો: Green Card: કોરોના કાળમાં ભારતીય આરોગ્ય કર્મચારીઓને ગ્રીનકાર્ડ નથી આપી રહ્યું અમેરિકા, US માં જોરદાર પ્રદર્શન

Published On - 4:47 pm, Tue, 13 April 21

Next Video