Green Card: કોરોના કાળમાં ભારતીય આરોગ્ય કર્મચારીઓને ગ્રીનકાર્ડ નથી આપી રહ્યું અમેરિકા, US માં જોરદાર પ્રદર્શન

ભારતીય મૂળના સ્વાસ્થ્ય કાર્યકરોએ યુ.એસ. માં કાયદેસર રહેઠાણ માટે દેશ દીઠ ક્વોટાને નાબૂદ કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. ગ્રીન કાર્ડને લઈને ભારતીયોએ આ પ્રદર્શન કર્યું.

Green Card: કોરોના કાળમાં ભારતીય આરોગ્ય કર્મચારીઓને ગ્રીનકાર્ડ નથી આપી રહ્યું અમેરિકા, US માં જોરદાર પ્રદર્શન
US માં પ્રદર્શન
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 3:30 PM

જો બાઈડેનના રાષ્ટ્રપતિ બનવાથી મોટી આશા રાખીને બેસેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં વસતા ભારતીય સમુદાયની ધીરજ હવે ખૂટી પડી છે. ભારતીય મૂળના સ્વાસ્થ્ય કાર્યકરોએ યુ.એસ. માં કાયદેસર રહેઠાણ માટે દેશ દીઠ ક્વોટાને નાબૂદ કરવાની માંગ સાથે કેપિટોલ (સંસદ ભવન) માં શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. ગ્રીન કાર્ડને સત્તાવાર રીતે સ્થાયી નિવાસ કાર્ડ કહેવામાં આવે છે.

આ દસ્તાવેજ યુ.એસ. માં રહેતા પ્રવાસીઓ માટે જારી કરવામાં આવે છે, જે પુરાવો છે કે કાર્ડ ધારકને કાયમી આ દેશમાં રહેવાનો અધિકાર છે. ભારતીય અમેરિકન ચિકિત્સકોએ સોમવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે ગ્રીનકાર્ડ મંજૂરી આપવાના કેસોની હાલની સિસ્ટમના કારણે ગ્રીનકાર્ડ મેળવવામાં તેમને 150 વર્ષથી વધુનો સમય લાગી જશે. આ નિયમ હેઠળ, કોઈપણ દેશના સાત ટકાથી વધુ લોકોને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ આપવાની મંજૂરી નથી.

એચ -1 બી વિઝા પર કામ કરવા આવતા લોકોમાં 50 ટકા ભારતીયો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ડોક્ટરોએ કહ્યું કે, “ભારતની વસ્તી કરોડોમાં છે પરંતુ તેના લોકોને આપવામાં આવતા ગ્રીનકાર્ડની સંખ્યા આઇસલેન્ડની વસ્તી સમાન છે. એચ -1 બી વિઝાની કોઈ મર્યાદા નથી અને એચ -1 બી વિઝા પર કામ કરવા આવતા લોકોમાં 50 ટકા ભારતીય છે. એચ -1 બી અને ગ્રીન કાર્ડ વચ્ચેનો તફાવત પ્રમાણપત્ર લેવાવાળાની કતાર લાંબી બનાવી રહ્યું છે અને આપણા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને અસર કરી રહ્યું છે. ‘

ભારતીય આઈટી પ્રોફેશનલ્સ આનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. તેમણે સાંસદ જો લોફગ્રેનને આ સંબંધે દ્વિપક્ષી દરખાસ્ત રજૂ કરવા અપીલ કરી હતી. જેમાં કુશળ વ્યાવસાયિકોની સમસ્યાઓનું નિરાકરણ થાય. બાળ અને કિશોરોના મનોચિકિત્સક ડો.નમિતા ધિમાને જણાવ્યું હતું કે, “ગ્રીનકાર્ડની લાંબી રાહ જોતા ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ અને તેમના પરિવારોને અસર થઈ રહી છે. તેઓ ગભરાઈને અને ડરમાં જીવે છે.”

તેમણે કહ્યું, “યુ.એસ. રાષ્ટ્રપતિએ યુ.એસ.સી.આઈ.એસ (યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ)ની પરવાનગી આપીને આરોગ્ય કર્મચારીઓને આગળ વધવાની મંજૂરી આપીને ઘણાં વર્ષોથી ના ભરવામાં આવેલી ગ્રીનકાર્ડની સૂચિ પૂર્ણ કરવી જોઈએ.” તેમણે કહ્યું કે કોવિડ -19ના કારણે વધુ ખરાબ અસર થઈ રહી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સાથે કોરોનાનું પર જોર વધ્યું , ચિંતાજનક છે કોરોનાના આંકડા, જાણો

આ પણ વાંચો: Maha Kumbh 2021: કુંભના શાહી સ્નાનનો વિડીયો જોઈ રિચા ચઢ્ઢા થઇ ગુસ્સે, મહાકુંભ વિશે કહી આ વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">