Birthday Wishes : બોબી દેઓલે ભાઈ સનીને ખાસ અંદાજમાં કર્યો બર્થ ડે વિશ, કહ્યું તમે મારી દુનિયા છો

બોલિવૂડ અભિનેતા સની દેઓલ (Sunny Deol) આજે પોતાનો 65 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના જન્મદિવસના ખાસ પ્રસંગે તેમના ભાઈ બોબી (Bobby Deol) એ એક ખાસ પોસ્ટ શેર કરી છે.

Birthday Wishes : બોબી દેઓલે ભાઈ સનીને ખાસ અંદાજમાં કર્યો બર્થ ડે વિશ, કહ્યું તમે મારી દુનિયા છો
Sunny Deol, Bobby Deol,
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:36 PM

બોલિવૂડ અભિનેતા સની દેઓલ (Sunny Deol) આજે પોતાનો 65 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સની દેઓલે તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત બેતાબથી કરી હતી. તે પોતાની ફિલ્મથી જ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા હતા. ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવ્યા બાદ સનીએ હવે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ પર, ભાઈ બોબી (Bobby Deol) એ એક ખાસ પોસ્ટ શેર કરી છે.

સની દેઓલના જન્મદિવસે નાના ભાઈ બોબીએ બહેનો સાથે એક તસ્વીર શેર કરી છે. ફોટામાં, ચારેય ભાઈ -બહેન એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે તેમણે લખ્યું – હેપ્પી બર્થ ડે ભાઈ. તમે મારા માટે દુનિયા છો.

 

 


ચાહકોને ગમ્યું આ ચિત્ર

બોબી દેઓલે રાત્રે 12 વાગ્યે ભાઈ સનીના જન્મદિવસ પર પોસ્ટ શેર કરી હતી. બોબીની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેઓ કમેન્ટ કરીને સની દેઓલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અભિનેતા દર્શન કુમારે લખ્યું- હેપી બર્થ ડે સની સર. સાથે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી. ચંકી પાંડેએ પણ ફોટો પર કમેન્ટ કરી – તેમણે લખ્યું – હેપી બર્થ ડે મારા પ્રિય સની દેઓલ.

સોમવારે સાંજે, સની દેઓલ ભાઈ બોબી સાથે જોવા મળ્યા હતા. જ્યારે બોબીએ બ્લુ ડેનિમ સાથે બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું, ત્યારે સની દેઓલ સેમી ફોર્મલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. તેમણે જીન્સ સાથે બ્લેક ટી-શર્ટ અને બ્રાઉન કલરનું બ્લેઝર પહેર્યું હતું.

ગદર 2 (Gadar 2) ની જાહેરાત કરી

સની દેઓલ ફિલ્મ ગદર સાથે દરેક જગ્યાએ છવાઈ ગયા હતા. ચાહકોને તેમની ફિલ્મના સંવાદો આજે પણ યાદ છે. હવે ઘણા વર્ષો બાદ તે આ ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. લગભગ 20 વર્ષ પછી ફિલ્મની સિક્વલ લાવવામાં આવી રહી છે.

સની દેઓલ આર બાલ્કીની ફિલ્મ ચુપ (Chup)માં પણ જોવા મળશે. તાજેતરમાં જ તેમણે ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મમાં સની દેઓલની સાથે દુલકર સલમાન (Dulquer Salmaan), શ્રેયા ધનવંતરી (Shreya Dhanwanthary) અને પૂજા ભટ્ટ (Pooja Bhatt) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેઓ છેલ્લે વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ બ્લેન્ક (Blank)માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Photos :મૌની રોયની આ અદાઓ જોઈને વધી ચાહકોના દિલોની ધડકન, જુઓ તસ્વીરો

આ પણ વાંચો :-‘The Big Picture’ના સ્ટેજ પર ‘સૂર્યવંશી’ માટે પહોંચ્યા કેટરિના અને રોહિત, અક્ષયે પ્રમોશનથી કેમ રાખ્યું અંતર?દિલોની ધડકન, જુઓ તસ્વીરો