Birthday Special :જ્યારે શહનાઝ ગીલે સલમાન ખાનની સામે પોતાને પંજાબની કેટરિના કહી, સુપરસ્ટારે આપી પ્રતિક્રિયા

|

Jan 27, 2022 | 9:59 AM

બહુપ્રતિભાશાળી અભિનેત્રી શહનાઝ ગિલે તેની કારકિર્દી (Bigg Boss Fame Sana)ની શરૂઆત વર્ષ 2015માં એક મ્યુઝિક વીડિયો- 'શિવ દી કિતાબ'થી કરી હતી. વર્ષ 2017માં અભિનેત્રી પંજાબી ફિલ્મ - 'સત શ્રી અકાલ ઈંગ્લેન્ડ' માં જોવા મળી હતી.

Birthday Special :જ્યારે શહનાઝ ગીલે સલમાન ખાનની સામે પોતાને પંજાબની કેટરિના કહી, સુપરસ્ટારે આપી પ્રતિક્રિયા
When Shahnaz Gill calls her self Katrina

Follow us on

Shehnaaz Gill Birthday Special : બિગ બોસ 13 (Bigg Boss 13)થી ટીવીની દુનિયામાં સફળતા હાંસલ કરનાર અભિનેત્રી શહેનાઝ ગિલ (Shehnaaz Gill)નો આજે જન્મદિવસ છે. અભિનેત્રી આજે 29 વર્ષની થઈ ગઈ છે . બહુપ્રતિભાશાળી અભિનેત્રી શહનાઝ ગિલે તેની કારકિર્દી (Bigg Boss Fame Sana)ની શરૂઆત વર્ષ 2015માં એક મ્યુઝિક વીડિયો- ‘શિવ દી કિતાબ’થી કરી હતી. વર્ષ 2017માં અભિનેત્રી પંજાબી ફિલ્મ – ‘સત શ્રી અકાલ ઈંગ્લેન્ડ’ માં જોવા મળી હતી. આ પછી વર્ષ 2019માં શહનાઝ ગિલ ભારતીય ટેલિવિઝનના રિયાલિટી શો બિગ બોસની સીઝન 13 (Bigg Boss)માં જોવા મળી હતી. આ શોમાં, તેને તેની હરકતો ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. શહનાઝે શોના પહેલા જ દિવસે પોતાના મસ્તીથી ભરપૂર રંગો બતાવવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે સના પહેલીવાર સલમાન ખાનને મળી

જ્યારે શહનાઝ સુપરસ્ટાર સલમાન ખાનના સ્ટેજ પર આવી ત્યારે અભિનેત્રીએ પોતાનો પંજાબી મસ્તમૌલા અવતાર બતાવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. જ્યારે શહનાઝ આવી ત્યારે તેણે સલમાન ખાનને એક વાત કહી હતી, તેણે કહ્યું હતું કે, લોકો શહનાઝને ‘પંજાબની કેટરિના’ કહે છે. શહેનાઝની આ વાત પર સલમાન ખાન ઘણો હસ્યો હતો, પરંતુ બાદમાં તે શહેનાઝની વાત પર સહમત થઈ ગયો હતો અને શહેનાઝને ‘ખૂબ જ ક્યૂટ’ કહી હતી.

શહનાઝની ક્યૂટ એક્ટિંગ સલમાનના દિલને સ્પર્શી ગઈ

સલમાન ખાને શહેનાઝની નિર્દોષતા સાંભળીને તેને ગળે લગાવી. ત્યારે સલમાને તેના વખાણ કરતા કહ્યું કે તે ખૂબ જ સ્વીટ છે, આ સાંભળીને શહનાઝ ઘણી ખુશ થઈ ગઈ.તાજેતરમાં કેટરીના કૈફે (Katrina Kaif)વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. વિકી કૌશલ પંજાબી છે, આવી સ્થિતિમાં શહનાઝ ગિલે તાજેતરમાં કેટરિના વિશે કહ્યું હતું કે, હવે કેટરિના પંજાબની બની ગઈ છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

તમને જણાવી દઈએ કે, શહનાઝને શો બિગ બોસ સાજન 13માં સિદ્ધાર્થ શુક્લા સાથે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. શોમાં સિદ્ધાર્થ અને સના વચ્ચે અતૂટ બંધન હતું, બંનેની મિત્રતા એટલી ગાઢ હતી કે બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી પણ શહનાઝ અને સિદ્ધાર્થે તેમની મિત્રતા જાળવી રાખી હતી.

આ પણ વાંચો-Rahul gandhi નો સીઈઓ પરાગ અગ્રવાલને પત્ર, ટ્વિટરને મોહરું ન બનવા દો

Next Article