Birthday Special : થોડા જ સમયમાં સફળતાની સીડી ચડીને સામ્રાજ્ય ઉભું કર્યું, આજે અનુષ્કા શર્મા છે આટલા અબજોની માલિક

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અભિનેત્રી આજે 350 કરોડ રૂપિયાની માલિક છે. સ્ટાર કપલ પાસે અનુષ્કા અને વિરાટની પ્રોપર્ટી સહિત સાથે મળીને 12 અબજ રૂપિયાની સંપત્તિ છે.

Birthday Special : થોડા જ સમયમાં સફળતાની સીડી ચડીને સામ્રાજ્ય ઉભું કર્યું, આજે અનુષ્કા શર્મા છે આટલા અબજોની માલિક
Virat Kohli & Anushka Sharma (File Photo)
| Edited By: | Updated on: May 01, 2022 | 7:34 PM

અનુષ્કા શર્મા (Anushka Sharma) એક એવી અભિનેત્રી છે જેના નામથી આજે દરેક લોકો વાકેફ છે. અભિનેત્રીએ પ્રખ્યાત ક્રિકેટર અને લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ વિરાટ કોહલી (Virat Kohli) સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા છે. જે બાદ બંનેને ગયા વર્ષે એક લાડકી દીકરીનું સ્વાગત પણ કર્યું હતું. આજે એટલે કે 1લી મેના રોજ અનુષ્કાનો જન્મદિવસ છે. અભિનેત્રી આજે તેનો 34મો જન્મદિવસ (Anushka Sharma Birthday) ઉજવી રહી છે. તેની કારકિર્દીના ખૂબ જ ટૂંકા ગાળામાં, અનુષ્કાએ ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ બનાવી છે. આ સાથે આજે અનુષ્કાની ગણતરી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં થાય છે.

અનુષ્કા શર્મા પોતાની શાનદાર એક્ટિંગ અને સફળ કરિયરના કારણે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. જો પતિ- પત્ની બંનેની સંયુક્ત નેટવર્થની વાત કરીએ તો બંનેની પાસે આજે કુલ 1200 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલીની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. આ સ્ટાર કપલે લગ્ન પછી તરત જ મુંબઈમાં 34 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ સિવાય તેમની પાસે ગુરુગ્રામમાં 80 કરોડની સંપત્તિ પણ છે.

ભારતના સૌથી અમીર યુગલમાં ગણતરી કરવામાં આવી છે

ફોર્બ્સ ઈન્ડિયા 2019 કેલેન્ડર લિસ્ટ અનુસાર, આ કપલ ભારતના સૌથી ધનિક કપલ્સમાંથી એક હતું. આ સિવાય વિરાટ કોહલી પાસે દિલ્હીમાં એક આલીશાન ઘર છે. તેમજ વિરાટ અને અનુષ્કા પાસે ઘણી લક્ઝુરિયસ કાર છે. અનુષ્કા શર્માએ ફિલ્મો અને જાહેરાતો દ્વારા ખૂબ કમાણી કરી છે.

અનુષ્કાએ આ 2 ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી

કોવિડ-19ની પ્રથમ લહેર દરમિયાન, ‘પાતાલ લોક’ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. જે બાદ આ વેબ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સાથે અનુષ્કાના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ‘બુલબુલ’ની પણ ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. પ્રેક્ષકોને તે ખૂબ જ ગમ્યું હતું.

અભિનેત્રી ક્લીન સ્લેટ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસની માલિક છે

અનુષ્કાના રસના ક્ષેત્રની વાત કરીએ તો ફિલ્મોની સાથે અનુષ્કાની રુચિ પ્રોડક્શન તરફ પણ છે. વર્ષ 2020માં, તેણીએ સુપરહિટ વેબ સીરિઝ ‘પાતાલ લોક’ સ્લેટ ફિલ્મ પ્રોડક્શન કંપની દ્વારા જ બનાવવામાં આવી હતી. અભિનેત્રીના પ્રોડક્શન હાઉસનું નામ ક્લીન સ્લેટ ફિલ્મ્સ છે.

આ પણ વાંચો – Birthday Special: મોડલિંગથી કરી કરિયરની શરૂઆત, આજે અનુષ્કા શર્મા બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ