Birthday Special: દૂરદર્શનના આ શોમાં Satish Shahએ કરી હતી 60 અલગ અલગ ભૂમિકાઓ, જાણો કેટલીક ખાસ વાતો

સતીશ શાહનો જન્મ 25 જૂન 1951માં માંડવી (ગુજરાત)માં થયો હતો. ગુજરાતની બહાર આવતા આ અભિનેતાએ સિનેમાની દુનિયામાં ખાસ ઓળખ બનાવી છે.

Birthday Special: દૂરદર્શનના આ શોમાં Satish Shahએ કરી હતી 60 અલગ અલગ ભૂમિકાઓ, જાણો કેટલીક ખાસ વાતો
Satish Shah
| Edited By: | Updated on: Jun 25, 2021 | 6:13 PM

પોતાના કોમિક ટાઈમિંગ માટે પ્રખ્યાત અભિનેતા સતીશ શાહ (Satish Shah)ને કોણ નથી જાણતું. તેમનું પૂરું નામ સતીશ રવિલાલ શાહ છે. ચાહકોના દિલ પર રાજ કરનાર આ અભિનેતાનો આજે જન્મદિવસ છે. 1970માં તેમને કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેતાએ હિન્દી સિવાય ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

 

સતીશ શાહનો જન્મ 25 જૂન 1951માં માંડવી (ગુજરાત)માં થયો હતો. ગુજરાતની બહાર આવતા આ અભિનેતાએ સિનેમાની દુનિયામાં ખાસ ઓળખ બનાવી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આજે સતીશ શાહના જીવનની ખાસ બાબતો વિશે.

 

આ સીરિયલથી સતીશને મળી હતી ઓળખ

સતીશ શાહને તેમની વાસ્તવિક ઓળખ 1980માં દૂરદર્શન પર આવેલી સીરિયલ ‘યે જો જિંદગી’થી મળી હતી. આ સિરિયલને તે સમયમાં અપાર સફળતા મળી હતી. સતીશની આ શાનદાર સીરિયલને ડિરેક્ટર કુંદન શાહે બનાવી હતી. ખાસ વાત એ છે કે આ શોમાં અભિનેતા 60થી વધુ પાત્રો ભજવતા જોવા મળ્યા હતા. સતીશે આ શોમાં ભજવેલી પોતાની દરેક ભૂમિકામાં અભિનયની છાપ છોડી દીધી હતી. આ સિવાય સતીશ શાહે દૂરદર્શનના કાર્યક્રમો ‘ઓલ ધ બેસ્ટ’ અને ‘નહલે પે દહલા’માં પણ કામ કર્યું છે.

 

 

આ ફિલ્મમાં છોડી છાપ

સતીશે ફિલ્મોમાં પોતાની શરુઆત ફિલ્મ ‘અરવિંદ દેસાઈની અજીબ દાસ્તા’થી કરી હતી. પરંતુ જે ફિલ્મ માટે અભિનેતાની પ્રશંસા થઈ તે હતી જાને ભી દો યારોં. વર્ષ 1984માં રિલીઝ થયેલી ફિલ્મ જાને ભી દો યારોમાં સતીશ શાહ એક ખાસ ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તે મ્યુનિસિપલ કમિશનર ડીમેલોની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેને ચાહકો આજ સુધી ભૂલ્યા નથી.

 

વાસ્તવિક જીવનમાં આ નામથી લોકો જાણવા લાગ્યા છે

અભિનેતાને ચાહકો સારાભાઈ વર્સેસ સારાભાઈ માટે ખાસ કરીને ઓળખે છે. આ પ્રખ્યાત શોમાં સતીશ શાહ ઈન્દ્રવદનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ચાહકોને તેમનું આ પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. ચાહકો આજે તેમને ઈન્દ્રવદનના નામથી વધુ જાણે છે.

 

સતીશ શાહે તેમની કારકિર્દીમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું. અભિનેતાએ અનોખા રિશ્તા, માલામાલ, હમ સાથ સાથ હૈ, હમ આપકે હૈ કૌન, આગ ઓર શોલા, ધર્મસંકટ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મેં હૂં માં કામ કર્યું છે. સતીશના ચાહકો તેમના અભિનય માટે હજી પહેલાની જેમ દિવાના છે.

 

આ પણ વાંચો: Viral Pics: ‘ધાકડ’ના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યા Arjun Rampal, શૂટિંગ પહેલા ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે મનાવી રહ્યા છે વેકેશન