બોલિવૂડ (Bollywood ) એક્ટર તુષાર કપૂર ( tusshar kapoor) આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે વર્ષ 2001માં પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તે લીડ તરીકે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શક્યો નહીં. આજે તુષારના જન્મદિવસ પર અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.
તુષારે પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ મુઝે કુછ કહેના હૈથી કરી હતી. આ ફિલ્મમાં તુષાર સાથે કરીના કપૂર લીડ રોલમાં જોવા મળી હતી. તુષારની પહેલી ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ માટે તુષારને ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે બાદ તુષાર ખાકીમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સાથે જોવા મળ્યો હતો.ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી તુષાર ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.પરંતુ તે ફિલ્મ હિટ સાબિત થઇ ના હતી.
એડલ્ટ કોમેડીમાં કર્યું ડેબ્યુ
ત્યારબાદ તુષારે કોમેડી ફિલ્મોમાં કામ કર્યું. તુષારે રિતેશ દેશમુખ સાથે વર્ષ 2005માં આવેલી ફિલ્મ ક્યા કૂલ હૈ હમમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. જે બાદ તે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલમાં જોવા મળ્યો હતો. જે બાદ તે ફરી એકવાર લાઈમ લાઈટમાં આવ્યો હતો.
ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી
તુષારે વર્ષ 2007માં એક પાત્ર ભજવ્યું હતું જેના માટે તેના ખૂબ વખાણ થયા હતા. શૂટઆઉટ એટ લોખડવાલા ફિલ્મમાં તુષારે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જે બાદ તે ફરી એકવાર શૂટઆઉટ એટ વડાલામાં ગેંગસ્ટરના રોલમાં જોવા મળ્યો હતો.
લાંબા સમય સુધી રહ્યો હતો દૂર
તુષારે થોડો સમય અંતર બનાવી લીધું હતું. તે ઘણા વર્ષો સુધી મોટા પડદાથી દૂર હતો. ત્યારબાદ તે 2017માં ગોલમાલ અગેઈનમાં લકીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે પછી તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં આંખ મારે ગીતમાં જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે તુષારે આ વર્ષે પરત ફરવાની જાહેરાત કરી છે. તે નસીરુદ્દીન શાહ સાથે મારીછ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનયની સાથે તુષાર તેને પ્રોડ્યુસ પણ કરશે.
આ પણ વાંચો : Earthquake: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા