બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી તબ્બુ આજે તેનો 51મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1970ના રોજ હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અભિનેત્રી 90ના દાયકાથી તેના શાનદાર અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. તે પોતાના કરીયરમાં સક્સેસફુલ છે અને તેણે કુંવારા રહેવાનો નિર્ણય લીધો છે. આજે તબ્બુના જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય.
તબ્બુએ નાની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રીને પહેલી તક દેવ આનંદે ‘હમ નૌજવાન’થી આપી હતી. તે સમયે તબ્બુ માત્ર 14 વર્ષની હતી અને તેણે બળાત્કાર પીડિતાનો રોલ કર્યો હતો. તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
તબ્બુએ અભિનેત્રી તરીકે 1991માં વેંકટેશની સામે તેલુગુ ફિલ્મ કુલી નંબર 1માં પ્રવેશ કર્યો હતો.અભિનેત્રીની પહેલી બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહી. આ પછી અભિનેત્રીએ ‘વિજયપથ’માં અજય દેવગન સાથે કામ કર્યું હતું. આ પછી અભિનેત્રીએ પાછું વળીને જોયું નથી. પોતાની કારકિર્દીમાં તેણે બીવી નંબર 1, હુતુતુ, હેરા ફેરી, મકબૂલ, ચીની કમ, હૈદર, દે દે પ્યાર દે, ભૂલ ભુલૈયા 2 સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
તબ્બુની આટલી સારી કારકિર્દી હોવા છતાં તે હજુ પણ સિંગલ છે. અભિનેત્રીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે જો હું આજ સુધી સિંગલ છું તો તેનું કારણ અજય દેવગન છે. તબ્બુએ કહ્યું હતું કે, મારા પિતરાઈ ભાઈ સમીર આર્ય અને અજય દેવગન પાડોશી હતા. બંને મારા પર નજર રાખી મારી પાછળ ચાલ્યા કરતા. જો કોઈ છોકરો મારી નજીક આવતો તો બંને તેને માર મારતા. તેણે વધુમાં કહ્યું કે હું અજય દેવગનના કારણે સિંગલ છું. અભિનેત્રીએ કહ્યું, અજય મારો ખૂબ સારો મિત્ર છે અને અમે બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તે મારા માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –