Birthday Special: એક માણસની અનેક પ્રતિભા, અભિનય સિવાય આ બાબતોમાં પણ ટેલેન્ટેડ છે Sonu Sood

સોનુ સૂદ આજે દેશના હીરો થઈને ઉભર્યા છે. કોરોનાના સમયમાં જે રીતે તેઓએ લોકોને મદદ કરી છે તે પ્રમાણે લાગે છે 30 જુલાઈ એટલે કે આજે ચાહકો તેમનો જન્મદિન ધૂમધામથી ઉજવાશે.

Birthday Special: એક માણસની અનેક પ્રતિભા, અભિનય સિવાય આ બાબતોમાં પણ ટેલેન્ટેડ છે Sonu Sood
Apart from acting Sonu Sood is also an expert in these things
| Edited By: | Updated on: Jul 30, 2021 | 8:19 AM

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ભલે ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળે છે, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન તેમણે લોકોની જે રીતે મદદ કરી તેઓ અનેક માટે મસીહા બનીને ઉભર્યા. દેશના લોકો માટે સોનુ આજે રિયલ લાઈફ હીરો બની ગયા છે. એટલું જ નહીં, સોનુ એક પ્રખ્યાત અભિનેતા છે જેમણે હિન્દી, અંગ્રેજી, તમિલ, કન્નડ અને પંજાબી એમ પાંચ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો અભિનય ઉપરાંત સોનુ બીજી ઘણી વસ્તુઓમાં પણ નિષ્ણાત છે. 30 જુલાઈએ સોનુ પોતાનો 48 મો જન્મદિવસ (Sonu Sood Borthday) ઉજવી રહ્યા છે. સોનુના જન્મદિવસે, અમે ચાલો જાણીએ તેમની અન્ય પ્રતિભા વિશે.

હેરસ્ટાઇલિંગમાં માહિર

સોનુ સૂદ (Sonu Sood) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સની મદદ સાથે મનોરંજન પણ કરે છે. તે તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે ખૂબ જ સારું સંતુલન જાળવે છે. હાલમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ ‘હેરસ્ટાઇલિંગ’ કરતા જોવા મળે છે. આ વિડીયોમાં તેમણેએ લખ્યું કે, ‘હેરસ્ટાઇલિંગ એક કળા છે અને તેમણે આ માટે ઘણી પ્રેક્ટિસ પણ કરી છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે હેરસ્ટાઇલિંગ તેમનું પેશન છે, વિડીયોમાં જોવા મળે છે કે સોનુ કઈ રીતે વાળ બનાવી રહ્યા છે.આ વિડીયોમાં સોનુની રમુજી શૈલી જોઈ શકશો.

તંદૂર પર રોટલી બનાવવામાં

સોનુએ થોડા સમય પહેલા એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ તંદૂરી રોટી બનાવી રહ્યા છે. તેમાં તેમણે લખ્યું હતું કે ‘સોનુ સૂદ કા પંજાબી ઢાબા’ની રોટલી જેણે ખાધી હશે તે ભૂલી નહીં શકે. તેમણે એમ પણ લખ્યું હતું કે તમે જો ક્યારેય પંજાબ આવો છો, તો ચોક્કસ આ ઢાબા પર આવજો. તેની આ સ્ટાઇલ જોઈને તેના એક ફેન્સે એમ પણ લખ્યું કે, ‘એક દિલ હૈ, કિતની બાર જીતોગે સર.’

બેન્ડ વગાડતા આવડે છે

સોનુ સૂદ પણ જાણે છે કે કેવી રીતે બેન્ડ વગાડવું. તેમણે એક વિડીયો શેર કર્યો હતો જેમાં સોનુ પોતે બેન્ડના સભ્યો સાથે બેન્ડ વગાડતા જોવા મળી રહ્યા છે. તેમણે વિડીયોમાં એમ પણ લખ્યું હતું છે કે જો તમારે ક્યારેય લગ્ન માટે બેન્ડની જરૂર હોય તો અમારો સંપર્ક કરો. અમારું બેન્ડ જોરદાર અને અદ્ભુત છે.

ટેલેન્ટનો ભંડાર સોનુ

એટલું જ નહીં, સોનુ સૂદ દરરોજ વિવિધ પ્રકારના વિડીયો શેર કરતા રહે છે, જેમાં તે કપડાં સીવતા, ક્યારેક લીંબુનું શરબત બનાવતા અને ક્યારેક રિક્ષા ચલાવતા જોવા મળે છે. સોનુ પોતાની શ્રેષ્ઠ શૈલીથી તેના ચાહકોના દિલ જીતી રહ્યા છે.

સોનુનું સૌથી મોટું ટેલેન્ટ હ્યુમર

આ દરેક વિડીયો અને તેમના સોશિયલ મીડિયા પરથી તમને અંદાજો આવી જ ગયો હશે કે સોનુ સૂદમાં કેટલું હ્યુમર ભર્યું છે. સોશિયલ મીડિયામાં પણ સોનુ દરેક પ્રશ્નનો જવાબ મનોરંજન પૂર્વક આપે છે.

 

આ પણ વાંચો: શું વાત છે, સુનીલ ગ્રોવર બિગ બોસમાં! Bigg Boss 15 નો શો થવાનો છે ધમાકેદાર, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: Bigg Boss 15 : સલમાનની જગ્યાએ કરણ કરશે શો ને હોસ્ટ, ટીવીની જગ્યાએ પહેલા OTT પર થશે ટેલિકાસ્ટ