
કલર્સ ટીવી અને જિયોહોટસ્ટાર (JioHotstar)ના રિયાલિટી શો ‘બિગ બોસ 20’ના આગામી એપિસોડના પ્રોમોએ સોશિયલ મીડિયા અને ‘બિગ બોસ’ના ઘરમાં ભારે હલચલ મચાવી દીધી છે. આ પ્રોમોમાં સલમાન ખાનના ગુસ્સાનું એવું સ્વરૂપ જોવા મળે છે જે તાજેતરની સીઝનમાં ભાગ્યે જ જોવા મળ્યું હતું. ગુલ્લુ અને સ્કાઉટ વચ્ચે થયેલી એક વાતચીત જેના કારણે લવ ગિલને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સલમાન ખાન સીધા સ્કાઉટને આકરા અને તીખા સવાલો પૂછતા જોવા મળે છે.
થોડા દિવસો પહેલા, ‘બિગ બોસ’ના ઘરમાં સ્કાઉટ અને ગુલ્લુ લવ ગિલ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા પકડાયા હતા. સલમાને આ ટિપ્પણીઓ ઘરના તમામ સભ્યોની સામે રજૂ કરી. આ જોઈને, આંખોમાં આંસુ સાથે લવ ગિલે સલમાન પાસે રૂમમાંથી બહાર જવાની પરવાનગી માંગી. જ્યારે સ્કાઉટે પોતાની વાત રજૂ કરવા માટે વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે સલમાને સ્પષ્ટ કહ્યું કે હવે પછીની કોઈપણ ચર્ચા માત્ર લવની હાજરીમાં જ થશે.
પ્રોમોમાં સલમાન સીધા સ્કાઉટને પૂછે છે કે તે શું કહેવા માંગે છે. જ્યારે સ્કાઉટ પોતાના કૃત્યોને વાજબી ઠેરવવાનો અને સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે સલમાન તેને વચ્ચે જ અટકાવી દે છે અને કહે છે કે સ્કાઉટે સતત સત્યને નકારવાનો કે તેને તોડી-મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સલમાને સ્કાઉટના મૂંઝવણભર્યા ચહેરાના હાવભાવ પર પણ કટાક્ષ કરતા પૂછ્યું, “આ કેવા પ્રકારના હાવભાવ છે?”
સલમાન ખાન સીધો સવાલ કરે છે: “સ્કાઉટ, શું તું લવને ‘ખોટી’ સાબિત કરીને પોતાને ‘સાચો’ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો? તે તેના વિશે જે વાતો કહી છે તે જો તો લવની પ્રતિષ્ઠા જ ખતમ કરી નાખી છે!” જ્યારે સ્કાઉટ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢે છે, ત્યારે ગુસ્સે ભરાયેલા સલમાન વળતો જવાબ આપે છે, “તો શું તું એમ કહેવા માંગે છે કે આ બધું મેં કર્યું છે, સ્કાઉટ?” જો તે તું અને ગુલ્લુ નહોતા, તો શું આ વાતચીત મેં કરી હતી? સલમાને વધુમાં કહ્યું, “શું મેં અત્યાર સુધી ક્યારેય કોઈની સામે અવાજ ઊંચો કર્યો છે? પણ જો હું અત્યારે પણ આવું ન કરું, તો મારા લાનત અને ધીક્કાર છે.”
પ્રોમોના એક ભાગમાં, લવ ખૂબ જ ભાવુક થઈ ગયેલી અને રડતી જોવા મળે છે. તેની બાજુમાં અમ્રપાલી અને કનિકા દેખાય છે, જે તેને સાંત્વના આપી રહી છે અને તેનો સાથ આપી રહી છે. બેકગ્રાઉન્ડમાં આવતો રડવાનો અવાજ અને ઘરની અંદરનું તણાવપૂર્ણ વાતાવરણ આ બંને બાબતોએ મળીને આ પ્રોમોને ચર્ચાનો મુખ્ય વિષય બનાવી દીધો છે.
છેલ્લી કેટલીક સીઝન પર નજર કરીએ તો, સલમાન ખાને સામાન્ય રીતે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો છે અથવા ક્યારેય બહુ કડક વલણ અપનાવ્યું નથી; ભલે પછી તે વિવિધ વિવાદો કે ગેરવર્તણૂકના કિસ્સાઓ જ કેમ ન હોય. પછી તે બિગ બોસ 16 જેમાં એમસી સ્ટેન હતા, બિગ બોસ 17 જેમાં મુનાવર ફારુકી હતા, કે પછી બિગ બોસ 18 અને બિગ બોસ 19 હોય સલમાને મોટાભાગે મુદ્દાઓને તાર્કિક દલીલો, કટાક્ષ કે શાંત સ્વરમાં ઉકેલવાનું પસંદ કર્યું છે. જોકે, બિગ બોસ 20માં સલમાનનો ગુસ્સો ખુલીને સામે આવ્યો છે જેવું દ્રશ્ય છેલ્લા ચાર-પાંચ સીઝનથી જોવા મળ્યું ન હતું. હવે સૌની નજર આગામી એપિસોડ પર છે કે, આ ઘર્ષણ બાદ ઘરનું વાતાવરણ કેવી રીતે બદલાય છે અને આગળ શું થાય છે.