Bigg Boss 19: વીકેન્ડના વારમાં સલમાને તાન્યાની લગાવી ક્લાસ, ફરહાના પર પણ ભડક્યો, જુઓ-Video

બિગ બોસ 19ના ઘરમાં ઘણો ડ્રામા જોવા મળ્યો છે. પછી ભલે તે તાન્યા મિત્તલ અને અમાલ મલિકની મિત્રતામાં તિરાડ હોય કે પછી ફરહાના ભટ્ટનું ઘરના સભ્યો પ્રત્યેનું વર્તન. સલમાનનું વીકેન્ડ ના વારમાં આવવું સ્પર્ધકોની ભૂલો તરફ ધ્યાન દોરવાનું અને તેમને ઠપકો આપવાનું તેનું કામ છે. ત્યારે આ વખતે સલમાન ખાને તાન્યા મિત્તલ અને ફરહાના ક્લાસ લગાવી છે.

Bigg Boss 19: વીકેન્ડના વારમાં સલમાને તાન્યાની લગાવી ક્લાસ, ફરહાના પર પણ ભડક્યો, જુઓ-Video
salman on tanya and farhana
| Updated on: Nov 08, 2025 | 3:50 PM

બિગ બોસના વીકેન્ડ કા વારમાં સલમાન ખાન આવે અને કોઈને ઠપકો ન આપે તે તો કદાચ બની શકે છે. જોકે, આ અઠવાડિયે, બિગ બોસ 19ના ઘરમાં ઘણો ડ્રામા જોવા મળ્યો છે. પછી ભલે તે તાન્યા મિત્તલ અને અમાલ મલિકની મિત્રતામાં તિરાડ હોય કે પછી ફરહાના ભટ્ટનું ઘરના સભ્યો પ્રત્યેનું વર્તન. સલમાનનું વીકેન્ડ ના વારમાં આવવું સ્પર્ધકોની ભૂલો તરફ ધ્યાન દોરવાનું અને તેમને ઠપકો આપવાનું તેનું કામ છે. ત્યારે આ વખતે સલમાન ખાને તાન્યા મિત્તલ અને ફરહાના ક્લાસ લગાવી છે.

સલમાને તાન્યાની લગાવી ક્લાસ

બિગ બોસ 19ના નિર્માતાઓએ વીકેન્ડ કા વાર માટે એક નવો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં સલમાન તાન્યા પર ગુસ્સે થતા જોવા મળે છે. પ્રોમોમાં સલમાનના ગંભીર ચહેરા સાથે કહે છે, “તાન્યા, નોમિનેશન માટેનો તારો પ્લાન બરબાદ થઈ ગયો છે. બિગ બોસે તને અમલનો વિકલ્પ જ ન આપ્યો. આ સિવાય એટલુ બિલ્ડઅપ કર્યું કે અમાલને બધાની સામે ‘ભૈયા’ કહીને બોલાવ્યું. આ બાદ સલમાન તાન્યાને ટોણો મારે છે કે, “હવે તું ‘ભૈયા’ થી ‘સૈયા’ સુધી જઈ શકતી નથી. તે તારી રમત હતી…તારી રમત ખુબ જ બકવાસ છે.”

ફરહાના પર ભડક્યો સલમાન

આ બાદ બીજા એક પ્રોમોમાં સલમાન ખાન ફરહાના ભટ્ટની ક્લાસ લેતા જોવા મળી રહ્યા છે. સલમાન અહીં ફરહાનાના અપશબ્દોની બુક ખોલે છે અને ફરહાનના શબ્દો વાંચે છે, જેમાં તે કહે છે, “બી-ગ્રેડ લોકો, ગંદી નાલીના કીડા, અભણ લોકો… જે બાદ સલમાન ગુસ્સે થઈ જાય છે અને કહે છે તમે નેશનલ ટેલિવિઝન પર આ બધું કહી રહ્યા છો. ટીવી તમારા સ્તરથી ઘણું નીચે છે.

ટીવી તમને તેમાં રાખવાને લાયક નથી. મને શરમ આવે છે. મેં ગૌરવના શો જોયા છે, મારી માતાએ તે જોયા છે. હું કહું છું કે તે સુપરસ્ટાર છે. હું તમને ઓફર કરી રહ્યો છું કે આ શોમાંથી બહાર નીકળી જાવ તમારા માટે દરવાજા ખુલ્લા છે.

સામંથા રૂથ પ્રભુએ રાજ નિદિમોરુ સાથેના તેના સંબંધોની કરી પુષ્ટિ? વાયરલ ફોટા ઉઠ્યા પ્રશ્ન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો