Bigg Boss 17: બેબી પ્લાનિંગની તૈયારીમાં લાગ્યુ કપલ? અંકિતા લોખંડેએ બિગ બોસના ઘરમાં કર્યો ખુલાસો

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 17માં દરરોજ એક નવી વાર્તા અને નવા ખુલાસા થઈ રહ્યા છે. આ શોમાં ભાગ લેવા માટે સૌથી ચર્ચિત કપલ ​​અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન છે. પહેલા દિવસથી જ આ બંને પતિ-પત્ની બિગ બોસના ઘરમાં ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. હાલમાં જ અંકિતાએ પોતાના અંગત જીવન વિશે એક મોટો ખુલાસો કર્યો છે. અંકિતાએ કહ્યું કે તે તેના પતિ વિકી જૈનના કારણે જ આ વર્ષે 'બિગ બોસ' કરવા માટે સંમત થઈ છે.

Bigg Boss 17: બેબી પ્લાનિંગની તૈયારીમાં લાગ્યુ કપલ? અંકિતા લોખંડેએ બિગ બોસના ઘરમાં કર્યો ખુલાસો
Bigg Boss 17 Ankita Lokhande preparing for baby
| Edited By: | Updated on: Oct 20, 2023 | 8:44 AM

પવિત્ર રિશ્તાની અભિનેત્રી અંકિતા લોખંડેને છેલ્લા ઘણા સમયથી ‘બિગ બોસ’ તરફથી ઓફર મળી રહી હતી. જો કે અંકિતાને પવિત્ર રિશ્તાથી ઘણો પ્રેમ મળ્યો હતો અને તે બાદ તે કંગનાની ફિલ્મ મણીકર્ણીકામાં જોવા મળી હતી. જો કે અંકિતા આ સહીત અનેક ફિલ્મોમાં જોવા મળી છે. ત્યારે ફરી એક ટેલિવિઝન પર સામે આવવું અને બિગ બોસની સિઝન 17માં તેની એન્ટ્રી અંકિતાના ચાહકો માટે એક મોટું સરપ્રાઈઝ હતું.

અંકિતા લોખંડે તેના જ બિઝનેસમેન પતિ વિકી જૈન સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશી છે. વિકી આ શોનો મોટો ફેન હોવાનું તેણે એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું હતુ. તાજેતરમાં અંકિતાએ તેના સાથી સ્પર્ધકો ઈશા માલવીયા, અભિષેક કુમાર અને ફિરોઝા ખાન સાથે તેના અંગત જીવન વિશે ઘણી બધી બાબતો શેર કરી હતી.

બેબી પ્લાનીંગને લઈને શું કર્યો ખુલાસો ?

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 17માં દરરોજ એક નવી વાર્તા અને નવા ખુલાસા થઈ રહ્યા છે. આ શોમાં ભાગ લેવા માટે સૌથી ચર્ચિત કપલ ​​અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન છે. પહેલા દિવસથી જ આ બંને પતિ-પત્ની બિગ બોસના ઘરમાં ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. હાલમાં જ અંકિતાએ પોતાના અંગત જીવન વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

અંકિતાએ કહ્યું કે તે તેના પતિ વિકી જૈનના કારણે જ આ વર્ષે ‘બિગ બોસ’ કરવા માટે સંમત થઈ છે. તેણે કહ્યું કે વિકીએ હંમેશા ‘બિગ બોસ’ જોવે છે અને તે તેનો ભાગ બનવા માંગતો હતો. તેથી તેઓએ આ વર્ષે શોનો ભાગ બનવાનું નક્કી કર્યું કારણ કે તેઓ આવતા વર્ષે બાળકની યોજના બનાવી શકે છે. એક તરફ, જ્યાં અંકિતાએ તેના સાથીદારો સાથે વિકી વિશે વાત કરી અને પરિવાર શરૂ કરવાની તેની યોજનાઓ શેર કરી, તો બીજી તરફ, આ પ્રખ્યાત કપલ ​​બિગ બોસના ઘરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

બંને પોતપોતાની ગેમ રમવામાં મશગુલ

વાસ્તવમાં અંકિતા અને વિકી બંને બિગ બોસના ઘરમાં સંપૂર્ણપણે અલગ ગેમ રમી રહ્યા છે. અંકિતાને જે હાઉસમેટ ગમે છે, વિકીને ગમતું નથી અને જે ઘરના મેટ્સ વિકીને પસંદ છે, અંકિતાને બિલકુલ પસંદ નથી. આ જ કારણ છે કે ઘણી વખત અંકિતા પોતાના પતિ સાથે હોય ત્યારે પણ ‘એકલા’ અનુભવે છે. આ અંગે વિકી સાથે વાત કરતી વખતે તેની પત્ની અંકિતાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તે મને સાથ આપે. વિકીએ પણ તેને ખાતરી આપી કે તે તેની સાથે છે, પરંતુ તે એ પણ જાણે છે કે તે આ રમત કેવી રીતે રમવી.

આ પણ વાંચો : Bigg Boss 17 Nominations: બિગ બોસમાંથી કોણ થશે બહાર? પ્રિયંકાની બહેન સહિત આ સ્પર્ધકને પહેલા જ અઠવાડિયામાં આંચકો લાગ્યો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો