Bigg Boss 15 : આખરે તેજસ્વીએ કરણ કુન્દ્રાને ખુલ્લેઆમ કર્યો પ્રેમનો ઈઝહાર, જુઓ VIDEO

બિગ બોસ 15માં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડીને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. બંનેની કેમેસ્ટ્રીએ શોમાં ધમાલ મચાવી છે.

Bigg Boss 15 : આખરે તેજસ્વીએ કરણ કુન્દ્રાને ખુલ્લેઆમ કર્યો પ્રેમનો ઈઝહાર, જુઓ VIDEO
Bigg Boss 15
| Edited By: | Updated on: Dec 06, 2021 | 2:17 PM

Bigg Boss 15 : રિયાલિટી શો બિગ બોસ 15માં હાઈ વોલ્ટેજ ડ્રામા (Drama) ચાલી રહ્યો છે. શોમાં જ્યાં દર્શકો એક તરફ લડતા જોવા મળે છે. જ્યાં બીજી તરફ દર્શકોને (Fans) એક અલગ પ્રેમ કહાની પણ જોવા મળી રહી છે, જેને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. કરણ કુન્દ્રા (Karan Kundra) અને તેજસ્વી પ્રકાશ હંમેશા ઘરમાં સાથે જોવા મળે છે. ફેન્સ પણ બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે.

કરણ કુન્દ્રા પહેલા જ આ શોમાં તેજસ્વી માટે પોતાની લાગણી વ્યક્ત કરી ચૂક્યો છે. પરંતુ હવે લાગે છે કે તેજસ્વી (Tejasswi Prakash) પણ કરણના પ્રેમમાં પડી ગઈ છે. તે કરણને પોતાના દિલની વાત કરવા જઈ રહી છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તેજસ્વીએ આ રીતે કર્યો પ્રેમનો ઈઝહાર

કલર્સ ટીવીએ શોનો નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં તેજસ્વી પોતાની લાગણી વ્યક્ત કરતી જોવા મળે છે. કરણ તેજસ્વીને પૂછે છે કે મને તું ગમે છે કે નહીં ? જેના જવાબમાં તેજસ્વી કહે છે કે હા. કરણ કહે છે કે તે શો પછી પણ રહીશ ને ? બાદમાં તેજસ્વી તેમને મજાકમાં મારવા લાગે છે.

જુઓ વીડિયો

તેજસ્વી કરણને કહે છે કે તને ખબર નથી કે હું તારા વિશે શું અનુભવું છું. શું તમે આ વિશે સ્યોર છો ? તેજસ્વીના આ સવાલના જવાબમાં કરણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તે કહે છે કે હું રોજ તારા પ્રેમમાં પડું છું. શોનો પ્રોમો શેર કરતી વખતે કલર્સ ટીવીએ લખ્યું કે, કરણ અને તેજસ્વી વચ્ચે નિકટતા વધી રહી છે. બિગ બોસના ઘરમાં તેમની રોમેન્ટિક ક્ષણો જુઓ.

વીકેન્ડ કા વારમાં કરણની વાટ લાગી !

તમને જણાવી દઈએ કે, વીકેન્ડ કા વારમાં કરણ કુન્દ્રાને સલમાન ખાને ઠપકો આપ્યો હતો. ટાસ્ક દરમિયાન પ્રતિક સાથે થયેલી હિંસા માટે સલમાને કરણની નિંદા કરી હતી. સલમાને કહ્યું કે, કરણ માટે આ છેલ્લી ચેતવણી છે. જ્યારે પ્રતીકે ટાસ્ક દરમિયાન બુલી કરવા પર નિશાંતે તેને સપોર્ટ કર્યો હતો અને તેણે આવીને કરણ સાથે આ અંગે વાત પણ કરી હતી, પરંતુ કરણે કહ્યું કે તેણે જાણી જોઈને લાત મારી નથી.

 

આ પણ વાંચો : OMG : ‘તારક મહેતા’ના પોપટલાલે અમિતાભ બચ્ચનને કરી આજીજી , કહ્યું “તમે મારા લગ્ન કરાવી શકશો ?”

આ પણ વાંચો : Vicky-Katrina Wedding : વિકી-કેટરિનાના લગ્ન બે રીતિ-રિવાજ મુજબ થશે, પરિવારે તમામ તૈયારીઓ કરી પૂર્ણ