ભારતી સિંહે પુત્રને જન્મ આપ્યો, પતિ હર્ષ લિમ્બાચીયાએ શેર કર્યા આ સમાચાર

ભારતની જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લીંબચીયા તેમના આવનારા બાળકની ઘણા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા. આજ રોજ તેઓ એક બેબી બોયના માતા-પિતા બની ગયા છે.

ભારતી સિંહે પુત્રને જન્મ આપ્યો, પતિ હર્ષ લિમ્બાચીયાએ શેર કર્યા આ સમાચાર
Bharti Singh & Harsh (File Photo)
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:29 PM

ટેલીવુડ (Tellywood) જગતની જાણીતી કોમેડિયન ભારતી સિંહે (Bharti Singh) આજે (03/04/2022) પુત્રને જન્મ આપ્યો છે. ભારતીના પતિ હર્ષ લિંબાચિયાએ (Harsh Limbachiya) આ શુભ સમાચાર તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ભારતી સિંહ પ્રેગ્નન્સીમાં કામ કરનારી પહેલી ભારતીય એન્કર છે. કોમેડિયન ભારતી સિંહે આજ રોજ પુત્રને જન્મ આપ્યો છે. થોડા દિવસો પહેલા જ ભારતીએ દીકરીને જન્મ આપ્યો હોવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. આ સમાચાર વાઈરલ થયા બાદ ભારતીએ લાઈવ ચેટમાં આવીને ખુલાસો કર્યો હતો કે આ બધું જુઠ્ઠું છે.

આ ખુશખબર ફેન્સ સાથે શેર કરતા હર્ષે ભારતી સિંહ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. ભારતીએ આ ફોટોશૂટ પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ ફોટોમાં ભારતી અને હર્ષ સફેદ કપડામાં જોવા મળી રહ્યા છે. હર્ષે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે, જ્યારે ભારતીએ સફેદ કલરનું ગાઉન પહેર્યું છે.

એકબીજાનો હાથ પકડતી વખતે, બંનેએ તેમના બીજા હાથમાં વાદળી રંગના ફૂલોની ટોપલી પકડી છે. સામાન્ય રીતે છોકરી માટે ગુલાબી રંગનો ઉપયોગ થાય છે અને છોકરા માટે વાદળી રંગનો ઉપયોગ થાય છે. આ ફોટો પર હર્ષે મોટા અક્ષરોમાં લખ્યું છે, ‘ઈટ્સ બોય’.

બાળક માટે લાંબા સમય સુધી રાહ જોઈ

ભારતી સિંહ અને તેના પતિ ઘણા સમયથી બાળકના આગમનની રાહ જોઈ રહ્યા હતા. આ વાતનો ખુલાસો ભારતીએ શોમાં એન્કરિંગ દરમિયાન ઘણી વખત કર્યો હતો. જ્યારે તેણી પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેણે એક વીડિયો દ્વારા તેના ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા હતા. તે તેના બાળક માટે ખૂબ જ ઉત્સાહિત હતી. ભારતી સિંહ પ્રેગ્નન્સીમાં કામ કરનારી પહેલી ભારતીય એન્કર છે.

ભારતીનું સ્થાન હવે કોણ લેશે?

હાલમાં ભારતી બે રિયાલિટી શોમાં કામ કરી રહી છે. તેણી તેના પતિ હર્ષ સાથે કલર્સ ટીવી પરનો શો ‘હુનરબાઝ’ હોસ્ટ કરી રહી છે અને તેના પોતાના શો ‘ખતરા ખતરા’માં પણ દેખાય છે. હવે ડિલિવરી પછી ભારતીનું સ્થાન અન્ય કોઈ એન્કર લેશે કે પછી તેના પતિ હર્ષ લિમ્બાચીયા આ જવાબદારી સંભાળશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે આ બંને શોના આ વીકેન્ડના એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ સ્ટાર કપલના મિત્રો અને ચાહકોએ પરિવારને બાળકના જન્મ પર ખૂબ શુભેચ્છાઑ પાઠવી હતી. જેમાં ઉમર રિયાઝે લખ્યું કે, “આખરે! તમને બંનેને અભિનંદન.” જસ્મીન ભસીને ટિપ્પણી કરી કે, “યાય.” અનિતા હસનંદાનીએ લખ્યું કે, “યાય, અભિનંદન.” રાહુલ વૈદ્યએ કમેંટ કરી કે, “ઓએમજી તમારા બાળકને હું જોવા માટે રાહ જોઈ શકતો નથી … અભિનંદન.”

આ પણ વાંચો – પરિણીતી ચોપરાએ ભારતી સિંહને આવનાર બાળકનું નામ સૂચવ્યું, કરણ જોહરે કહી આ વાત