Bharat Dev Varma Death: મુનમુન સેનના પતિ અને રાયમા સેનના પિતાનું અવસાન થયું,તેઓ ત્રિપુરાના રાજવી પરિવારના હતા

|

Nov 19, 2024 | 1:32 PM

Moonmoon Sen:અભિનેત્રી મુનમુન સેનના પતિ અને રાયમા સેનના પિતા ભરત દેબ વર્માનું આજે નિધન થયું છે. તેમણે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા.

Bharat Dev Varma Death: મુનમુન સેનના પતિ અને રાયમા સેનના પિતાનું અવસાન થયું,તેઓ ત્રિપુરાના રાજવી પરિવારના હતા
Moonmoon sen husband bharat dev barman passed away

Follow us on

મુંબઈઃ મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પીઢ અભિનેત્રી મુનમુન સેનના પતિ ભરત દેવ વર્માનું આજે કોલકાતામાં અવસાન થયું છે.તેઓ અભિનેત્રી રાયમા અને રિયા સેનએ પિતા હતા. આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે.

એક રિપોર્ટ અનુસાર, ભરતની તબિયત બગડતાં જ તેને હોસ્પિટલ લઈ જવા માટે કોલકાતાના ઢાકુરિયાની એક ખાનગી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જો કે, એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચે તે પહેલા તેમણે 83 વર્ષની વયે મંગળવારે સવારે તેમના કોલકાતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

એક અહેવાલ અનુસાર, અભિનેત્રી રાયમા સેન તેના પિતાના નિધનના સમાચાર સાંભળીને કોલકાતા જવા રવાના થઈ ગઈ છે. જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે રાયમા શૂટિંગ માટે જયપુરમાં હતી. રાયમા અને રિયા સેન બંને બહેનો બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે અને બંને બહેનો આજે પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. તે વેબ સિરીઝ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કરે છે.

ભરત દેવ વર્મા રાજવી પરિવારના હતા. ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારના હતા. ભરતની માતા ઇલા દેવી કૂચ બિહારની રાજકુમારી અને જયપુરની રાણી ગાયત્રી દેવીની મોટી બહેન હતી. ભરતની દાદી ઈન્દિરા વડોદરાના મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજાની એકમાત્ર પુત્રી હતી. તેણે અભિનેત્રી મુનમુન સેન સાથે લગ્ન કર્યા હતા. તેઓ અભિનેત્રી રાયમા સેન અને રિયા સેનના પિતા છે.

Next Article