
સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ અંતિમ ધ ફાઈનલ ટ્રુથ (Antim The Final Truth) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન સાથે આયુષ શર્મા (Aayush Sharma) લીડ રોલમાં જોવા મળશે. ગણેશ ચતુર્થીના અવસર પર ફિલ્મ ‘વિઘ્નહર્તા’નું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મનું બીજું ગીત ભાઈ કા બર્થ ડે રિલીઝ થવાનું છે.
અંતિમ: ધ ફાઈનલ ટ્રુથનું ગીત ‘ભાઈ કા બર્થડે’ ફરીથી ચાર્ટ પર ધુમ મચાવવા માટે તૈયાર છે. નિર્માતાઓએ ગીતનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે જોરદાર લાગે છે.
આ ગીત ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી રહેલા આયુષ શર્મા પર ચિત્રિત કરવામાં આવ્યું છે જ્યાં તે ગેંગનાં એક લીડરનો જન્મદિવસ ઉજવી રહ્યા છે જેમાં આયુષ પણ એક ભાગ છે અને આયુષના દેશી ડાન્સ મૂવ્સ સાથે આ દિવસ દેશી શૈલીમાં ઉજવવામાં આવી રહ્યો છે.
કોરિયોગ્રાફર મુદસ્સર દ્વારા કોરિયોગ્રાફ કરાયેલ ડાન્સ મૂવ્સ સાથે, ગીતના વિઝ્યુઅલ્સ સુંદર લાગે છે જે નિઃશંકપણે ચાહકો માટે એક ટ્રીટ હશે. સંગીત ખૂબ જ આકર્ષક લાગે છે અને ડાન્સ નંબર ચોક્કસ પણે દેશમાં આવનારી જન્મદિવસની પાર્ટીઓ માટે શાન બનવા માટે તૈયાર છે અને આ ગીત સાથે, પ્રેક્ષકોને તેમના પ્રિયજનોના જન્મદિવસ પર વગાડવા માટે એક નવું જન્મદિવસ ગીત મળ્યું છે.
આ દિવસે થશે રિલીઝ
સલમાન ખાનની ફિલ્મનું આ બીજું ગીત 1 નવેમ્બરે રિલીઝ થશે. ગીતના રિલીઝ પર, આયુષ જયપુર રાજમંદિર સિંગલ-સ્ક્રીન થિયેટરની મુલાકાત લેશે, જે ભારતના સૌથી મોટા સિંગલ-સ્ક્રીન થિયેટરોમાંનું એક છે, જ્યાં તે તમામ ચાહકોને મળશે જેમનો જન્મદિવસ નવેમ્બરમાં આવે છે.
ગીતને હિતેશ મોદકે કમ્પોઝ કર્યું છે, બેકગ્રાઉન્ડ વોકલ્સ સાજીદ ખાને આપ્યા છે. રવિ બસરુર દ્વારા એડિશનલ પ્રોગ્રામિંગ સાથે કોરિયોગ્રાફી મુદસ્સર દ્વારા કરવામાં આવી છે.
ટ્રેલર રિલીઝને મળેલા જબરજસ્ત પ્રતિસાદને જોતા, દર્શકો નિઃશંકપણે નજીકના થિયેટરોમાં ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાના (Mahima Makwana) અભિનીત ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ મહેશ માંજરેકર (Mahesh Manjrekar) દ્વારા નિર્દેશિત છે, જેનું નિર્માણ સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત છે.
આ પણ વાંચો :- રાજકુમાર-ભૂમિની ફિલ્મ ‘Badhaai Do’ આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો
આ પણ વાંચો :- Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ
Published On - 7:09 am, Sun, 31 October 21