BB15 :બિગ બોસ પાસેથી તગડી ફી લે છે સલમાન ખાન, 1 સપ્તાહ માટે “5 કરોડથી પહોચ્યા 25 કરોડ”

|

Sep 30, 2021 | 3:03 PM

આ વખતે પણ સલમાન ખાને (Salman Khan) બિગ બોસ 15 (Bigg Boss 15) ના લોન્ચિંગ ઇવેન્ટમાં પોતાની ફી વિશે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે "હું આ શોના મેકર્સને સતત કહેતો રહું છું કે હું આ શો માટે કેટલી મહેનત કરું છું, જેથી તેઓ મારી ફીમાં વધારો કરે.

BB15 :બિગ બોસ પાસેથી તગડી ફી લે છે સલમાન ખાન, 1 સપ્તાહ માટે 5 કરોડથી પહોચ્યા 25 કરોડ
Salman Khan

Follow us on

બોલિવૂડ અભિનેતા અને પ્રખ્યાત ટીવી હોસ્ટ સલમાન ખાન (Salman Khan) આજે ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે, જ્યાં એક એપિસોડ શૂટ કરવા માટે ભાઈજાન કરોડો રૂપિયા ચાર્જ કરે છે. સલમાન ખાન તાજેતરમાં જ રશિયાથી મુંબઈ પરત ફર્યા છે, જ્યાં અભિનેતા હવે તેમનો પ્રખ્યાત શો બિગ બોસ 15 (Bigg Boss 15) નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન હવે ભારતનો સૌથી મોંઘા અભિનેતા બનવા સાથે સાથે ટીવી હોસ્ટ પણ બની ગયા છે. સલમાન ખાન 2010 થી બિગ બોસને હોસ્ટ કરી રહ્યા છે. જ્યાં તેમની ફીમાં છેલ્લા 11 વર્ષમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ શોની શરૂઆતમાં, અભિનેતા એક એપિસોડના શૂટિંગ માટે 5 કરોડ રૂપિયા લેતા હતા, હવે સલમાન એક એપિસોડ માટે 25 કરોડ રૂપિયા લે છે.

એક અખબારના સમાચાર અનુસાર, બિગ બોસ 15 ના લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન અભિનેતા વીડિયો ચેટ દ્વારા રશિયાથી જોડાયેલા હતા ત્યાં પણ તેમણે મીડિયા સાથે તેમની ફી અંગે વાત કરી હતી. સલમાન ખાને કહ્યું હતું કે, હું હંમેશા મેકર્સને કહું છું કે હું આ શો માટે કેટલી મહેનત કરું છું, જેના કારણે તેમને હવે મારી ફી વધારવી જોઈએ. હું ભગવાનને પ્રાર્થના કરતો રહું છું કે ક્યારે તે દિવસ આવશે જ્યારે ચેનલ મને ફોન કરશે અને મને કહેશે સલમાન, અમે તમારી ફીમાં વધારો કર્યો છે. શું તમને લાગે છે કે આવું થઈ શકે?

સલમાન ખાનની ફી અંગે મીડિયામાં ઘણા અહેવાલો ચાલી રહ્યા છે. જ્યાં લેટ્સ ઓટીટી ગ્લોબલ (LetsOTT Global) માને છે કે સલમાન ખાન આ વખતે બિગ બોસ 15 માંથી 350 કરોડ રૂપિયા કમાવા જઈ રહ્યા છે. જ્યાં અભિનેતાએ માત્ર 28 એપિસોડ હોસ્ટ કરવા માટે આ ફી લીધી છે. જો જોવામાં આવે તો આ વખતે સલમાન ખાન દર અઠવાડિયે 25 કરોડની કમાણી કરવા જઈ રહ્યા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ગયા વર્ષે સલમાન ખાને કહ્યું હતું કે તે ખુશ છે કે તેની ફીમાં કાપ હોવા છતાં શો ચાલુ રાખવામાં આવ્યો છે. “હું આ કારણે આ શો કરી રહ્યો છું, કે મારા કારણે ઘણા લોકોને રોજગારી મળવાની છે જે દરેક માટે ખૂબ મહત્વનું છે. મારી સાથે એક મોટું યુનિટ કામ કરે છે, જ્યાં મારા કારણે દરેક વ્યક્તિ સમયસર પગાર મેળવી શકશે. જેની મદદથી દરેકના ઘરે સમયસર રાશન પહોંચી શકશે. જ્યાં આ શોના નિર્માતા એન્ડમોલ શાઇનના સીઇઓએ કહ્યું હતું કે “ભલે આ વર્ષે અમે કોઈને કોઇ ઇન્ક્રીમેન્ટ ન આપીએ, પરંતુ દરેકને પુરો પગાર આપવામાં આવશે,” આ વાત સાંભળ્યા પછી સલમાન ખાને પૂછ્યું હતું કે “અને મારુ શું થશે સર?” સલમાને કહ્યું હતું કે “હું ખુશ છું કે મારા કારણે દરેકને પગાર મળવાનો છે.”

એક રિપોર્ટ અનુસાર, સિઝન 4 થી સિઝન 6 સુધી સલમાન ખાનને 1 એપિસોડ માટે 2.5 કરોડની ફી આપવામાં આવી રહી હતી. જ્યાં સલમાન ખાને બિગ બોસ 7 દરમિયાન તેમની ફી બમણી કરી હતી. બિગ બોસ 8 દરમિયાન સલમાન ખાને તેમની ફી વધારીને 5.5 કરોડ કરી હતી. બિગ બોસ 9 દરમિયાન તેમણે પોતાની ફી 7 થી 8 કરોડની વચ્ચે કરી હતી. જ્યાં બિગ બોસ સંબંધિત એક પત્રકાર પરિષદમાં, એન્ડમોલના સીઓઓ રાજ નાયકે કહ્યું હતું કે “સલમાન ખાન ક્યાંયથી સસ્તા નથી.”

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનનો શો ‘બિગ બોસ 15’ 2 ઓક્ટોબરથી ટીવી પર પ્રસારિત થશે. જ્યાં શોમાં જોવા મળતા કેટલાક ખાસ સ્પર્ધકોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં આપણે શમિતા શેટ્ટી, ઉમર રિયાઝ, ડોનલ બિષ્ટ, નિશાંત ભટ, તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, પ્રતિક સહજપાલ અને સિમ્બા નાગપાલ સહિત અફસાના ખાનને જોશું.

 

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

Published On - 6:51 am, Thu, 30 September 21

Next Article