કોરોનાની દહેશત : બોલિવુડ બાદ ટેલીવિઝન સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં ! આ પોપ્યુલર એક્ટર થયો કોરોના સંક્રમિત

|

Dec 23, 2021 | 2:16 PM

ટીવી એક્ટર નકુલ મહેતા કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.

કોરોનાની દહેશત : બોલિવુડ બાદ ટેલીવિઝન સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં ! આ પોપ્યુલર એક્ટર થયો કોરોના સંક્રમિત
Nakuul Mehta (File Photo)

Follow us on

Mumbai : દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર માથુ ઉંચકી રહ્યો છે. બીજી બાજુ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના(Omicron Variant)  વઘતા કેસે તંત્રની ચિંતા વધારીછે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સેલેબ્સ (Bollywood Celebs) કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે હવે ટેલિવીઝન સ્ટાર (Television Star) પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. સિરીયલ બડે અચ્છે લગતે હૈ ફેમ નકુલ મહેતા (Nakuul Maheta) કોરોના સંક્રમિત થયા છે.તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.નકુલ મહેતાએ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને (Fans) આ વિશે જાણકારી આપીને કહ્યુ છે કે, તેઓ હાલ આઈસોલેટ (Isolate) થયા છે.

તસવીર શેર કરીને આપી માહિતી

નકુલે તેની દવાઓ,લેપટોપ પર વેબ સિરીઝ જોતા એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું, આજે ખુબ અસ્વસ્થ મહેસુસ કરી રહ્યો છુ. જો કે હું કોવિડને હરાવવા માટે તૈયર છું. તેમાંથી જલ્દી બહાર આવીશ.આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ચાહકોએ આપી આ પ્રતિક્રિયા

નકુલની પોસ્ટ જોયા બાદ તેના ફેન્સ દુ:ખી થયા છે. ફેન્સ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. બડે અચ્છે લગતે હૈ ફેમ દિશા પરમારે(Disha Parmar)  કોમેન્ટ કરતા લખ્યુ કે, અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છીએ. જલ્દી સ્વસ્થ થાઓ અને પાછા આવો. ઉપરાંત એક્ટર ગૌતમ રોડેએ લખ્યું જલ્દી સ્વસ્થ થાઓ તેવી શુભકામના.

‘બડે અચ્છે લગતે હૈ’સિરીયલ બંધ થઈ જશે ?

આ દિવસોમાં નકુલ મહેતા દિશા પરમાર સાથે સીરિયલ બડે અચ્છે લગતે હૈ માં જોવા મળે છે. અહેવાલો અનુસાર, આ શો ઓફ એર થવાનો હતો, પરંતુ બાદમાં નકુલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ શો બંધ થવાનો નથી. તમને જણાવી દઈએ કે, નકુલનો આ શો ટીઆરપી(TRP)  કલેક્ટ કરવામાં સફળ રહ્યો નથી. જે બાદ તેના બંધ થવાના સમાચારો સામે આવી રહ્યા હતા.

આ પણ વાંચો : Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી

આ પણ વાંચો : શું હૃતિક રોશન હોલીવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છે? જુઓ તસ્વીર

Next Article