43 વર્ષીય ‘બેબી ડોલ’ સિંગર કનિકા કપૂર કરશે બીજા લગ્ન, શું તમે જાણો છો લગ્નની તારીખ ?

|

Mar 30, 2022 | 8:03 AM

કનિકા કપૂરના આ બીજા લગ્ન હશે. આ અગાઉ કનિકાએ રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા, જેઓ પણ NRI બિઝનેસમેન હતા.

43 વર્ષીય બેબી ડોલ સિંગર કનિકા કપૂર કરશે બીજા લગ્ન, શું તમે જાણો છો લગ્નની તારીખ ?
Kanika Kapoor (File Photo)

Follow us on

ઘણા સમયથીસિંગર કનિકા કપૂર(Kanika Kapoor)  તેના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે તે ટૂંક સમયમાં તેના કથિત બોયફ્રેન્ડ ગૌતમ (Gautam) સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે કનિકાના (Singer Kanika Kapoor) તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ ચોક્કસ સમાચાર છે કે તેણે આ લગ્ન માટે શોપિંગ પણ શરૂ કરી દીધું છે. કનિકા કપૂર પોતાની લવ લાઈફના સમાચાર મીડિયા સમક્ષ લાવવા નથી માંગતી.જો કે તેના પહેલા લગ્ન (Kanika Kapoor Marriage) અને ત્યારપછીના છૂટાછેડા વિશે બધા જાણતા હતા, પરંતુ હવે જ્યારે તે બીજા લગ્ન કરી રહી છે ત્યારે તે પણ તેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે.

‘બેબી ડોલ’ ફેમ સિંગર કનિકા કપૂરના લગ્ન માટે બહુ ઓછા દિવસો બાકી છે.જી હા.. કનિકા અને તેના બોયફ્રેન્ડ ગૌતમે નક્કી કર્યું છે કે તેઓ 20 મેના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તાજેતરમાં, ગૌતમ સાથે કનિકાના સંબંધોને લઈને તે ખુબ હેડલાઈન્સમાં રહી હતી. ત્યારે હાલ કનિકાના લગ્નને લઈને તેના ચાહકો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

કનિકા કપૂર NRI બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન કરશે

કનિકાના આ બીજા લગ્ન હશે.તમને જણાવી દઈએ કે, કનિકાએ અગાઉ રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા, જેઓ પણ NRI બિઝનેસમેન હતા. તેમને ત્રણ બાળકો છે. પરંતુ 2011 ની આસપાસ, તેમના મતભેદો વધ્યા અને બંનેને લાગ્યું કે તેમના લગ્નને સમાપ્ત કરવું વધુ સારું રહેશે. અને બંનેએ 2012માં છૂટાછેડા લીધા હતા.ઉલ્લેખનીય છે કે, રાજની જેમ ગૌતમ પણ લંડનમાં રહે છે.

Plant in pot : ઘરે જ તૈયાર કરો છાણિયું ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ

કનિકા કપૂરે સિંગલ ટ્રેકથી ડેબ્યૂ કર્યું હતુ

તમને જણાવી દઈએ કે કનિકા કપૂરે સિંગલ ટ્રેકથી ડેબ્યૂ કર્યું હતું. તે ટ્રેકનું નામ ‘જુગની’ હતું, જે રિમિક્સ કરવામાં આવ્યું હતું. જો કે, આ સોંગ ઘણું હિટ સાબિત થયું, ત્યારબાદ તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ફિલ્મો માટે એક કરતા વધુ ગીતો ગાયા, જેના માટે તેના ખૂબ વખાણ પણ થયા. આ ફિલ્મોથી કનિકાને બોલિવૂડમાં મશહુર ગાયિકા તરીકેની ઓળખ મળી હતી. આ પછી તે સિંગિંગ રિયાલિટી શોની જજ બની. જો કે, તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને લાગે છે કે આ અંતરનું સાચું કારણ તેના બીજા લગ્ન છે.

આ પણ વાંચો : Vijay Deverakonda: જન ગણ મનનો ફર્સ્ટ લૂક થયો જાહેર, સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે ડીરેક્ટર જગન્નાથનો આ ડ્રીમ પ્રોજેક્ટ