આશિકા ભાટિયા અને શેજાદા કક્કડની થશે Bigg Boss OTTમાં એન્ટ્રી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ ચમકાવશે શો

|

Sep 09, 2021 | 10:12 PM

હાલમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનું બજાર ખૂબ જ ગરમ છે, જ્યાં હવે આ સ્ટાર્સ કરણ જોહરના શો બિગ બોસ ઓટીટીમાં એન્ટ્રી લેતા જોવા મળશે. હા, આ અઠવાડિયે આપણે આ શોમાં આશિકા ભાટિયા (Aashika Bhatia) અને શેજાદા કક્કડ (Shezaada Kakkar)ને જોઈશું.

આશિકા ભાટિયા અને શેજાદા કક્કડની થશે Bigg Boss OTTમાં એન્ટ્રી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ ચમકાવશે શો
Aashika Bhatia, Shezaada Kakkar, Karan Johar

Follow us on

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ હાલમાં મનોરંજન જગતમાં સંપૂર્ણ રીતે છવાઈ ગયા છે. જ્યાં હવે બિગ બોસ ઓટીટીમાં પણ આપણે બે મજબૂત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જોવા જઈ રહ્યા છીએ. જ્યાં આ અઠવાડિયે કરણ જોહર સાથે આશિકા ભાટિયા (Aashika Bhatia) અને શેજાદા કક્કડ (Shezaada Kakkar) જોવા જઈ રહ્યા છીએ. જ્યાં આ બંને સ્ટાર્સ કરણ જોહરને મળશે અને ઘરની અંદર દરેકને મળવા પણ જશે. એવું લાગે છે કે બિગ બોસ OTTને બહુ સારો પ્રતિસાદ નથી મળી રહ્યો. જેના કારણે હવે તેને શો ડિજિટલ સેન્સેશન કહીને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે.

 

આશિકા ભાટિયા અને શેજાદા કક્કડને ભારતમાં ડિજિટલ સેન્સેશન તરીકે જોવામાં આવે છે. જ્યાં સમાચાર છે કે આ બંને ડિજિટલ સેન્સેશન પણ ઘરની અંદર હાજર સ્પર્ધકોને ચેલેન્જ કરતા જોવા મળશે. શમિતા શેટ્ટી, નેહા ભસીન, દિવ્યા અગ્રવાલ, પ્રતીક સહજપાલ અને નિશાંત ભટ્ટ આ ચેલેન્જમાં ભાગ લેતા જોવા મળશે.

OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર

 

સોશિયલ મીડિયા પર આશિકા ભાટિયાના 19.2 મિલિયન ચાહકો હોવાનું કહેવાય છે, જ્યારે અક્ષય કક્કડના 98 લાખ ફોલોઅર્સ છે, આ પ્રથમ વખત હશે કે આપણે બિગ બોસ ઓટીટીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને જોઈશું. ધીરે ધીરે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનું બજાર ગરમ થઈ રહ્યું છે, જ્યાં તેઓ સતત ઘણા શોનો ભાગ બની રહ્યા છે.

 

કરણ જોહર સાથેની તેમની પ્રથમ મુલાકાત માટે આશિકા ભાટિયા ખૂબ જ ઉત્સાહિત છે, જ્યાં તે તેના વિશે વાત કરતા કહે છે કે “એક બાળ કલાકાર તરીકે ટીવી ઉદ્યોગ સાથે મારો ઘણો નજીકનો સંબંધ છે, બિગ બોસ ટીવી એક એવો શો રહ્યો છે. જે મેં શરૂઆતથી સતત ફોલો કર્યું છે. સાથે જ મને કરણ જોહરની ફિલ્મો પણ ખૂબ ગમે છે. મેં 1 વર્ષ પહેલા શોર્ટ વીડિયો બનાવવાનું શરૂ કર્યું, ત્યારથી હું સતત વીડિયો બનાવી રહી છું. પ્રેક્ષકો મને જે પ્રેમ આપી રહ્યા છે તે મને વધુ કામ કરવા માટે પ્રેરિત કરે છે. જ્યાં હવે હું કરણને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

 

બીજી બાજુ શેજાદા કક્કડ ઉર્ફે અક્ષય કક્કડ કહે છે કે “જ્યારે મેં કન્ટેન્ટ ક્રિએટર તરીકે વીડિયો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે મને સોશિયલ મીડિયાની શક્તિ વિશે કોઈ જાણકારી નહોતી. લોકોએ મને પસંદ કરવાનું શરૂ કર્યું, ત્યારથી બધું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઘણા લોકો મારી પાસેથી પ્રેરણા પણ લે છે. હું લાંબા સમયથી કરણ જોહરના કામનો ચાહક છું, જ્યાં હવે તેને મળવાનું મારું જૂનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે જેના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

 

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો

 

આ પણ વાંચો :- Matrix 4: ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થઈ રહ્યું છે પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ટ્રેલર

 

Next Article