Aryan Khan Bail Hearing: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યન ખાનની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં આર્યન ખાનને રાહત મળી છે, ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના 26 દિવસ બાદ હાઈકોર્ટ જામીન મંજુર કર્યા છે.
Bombay HC has granted bail to Aryan Khan, Arbaz Merchant, Munmun Dhamecha after hearing the arguments for 3 days. The detailed order will be given tomorrow. Hopefully, all they will come out of the jail by tomorrow or Saturday: Former AG Mukul Rohatgi, who represented Aryan Khan pic.twitter.com/jQGKYIBxrn
— ANI (@ANI) October 28, 2021
અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના પણ જામીન મંજુર
ક્રુઝ ડ્રગ્સ કેસમાં 26 દિવસ બાદ મુંબઈ હાઈકોર્ટ આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન મંજુર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટબરના રોજ NCB એ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પર દરોડ પાડીને આર્યન ખાન સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી હતી.
ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે
તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનો (Aryan Khan) કેસ લડી રહ્યા છે. મંગળવારે પણ કોર્ટમાં NCB અને આર્યન ખાનના વકીલોએ દલીલો કરી હતી. જો કે NCBએ આર્યન ખાનને જામીન મળવાનો વિરોધ કર્યો હતો.
અમિત દેસાઈની દલીલો
અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ (Amit Desai) કહ્યું હતુ કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. ધરપકડ માટે NCB પાસે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે આચરવામાં જ નથી આવી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. NCBનો આ પુરાવો 65B હેઠળ કોર્ટમાં માન્ય નથી. ફોન કબજે કરાયો ન હતો પરંતુ રિમાન્ડ કોપીમાં તેનો ઉલ્લેખ કરાયો છે.
વકીલ મુકુલ રોહતગીએ આર્યનની ધરપકડને લઈને NCB પર સવાલ ઉઠાવ્યા
અમિત દેસાઈની દલીલો વચ્ચે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ જામીન માટે દલીલો કરી હતી. તેમણે કહ્યું- ‘અરેસ્ટ મેમો ધરપકડ માટે યોગ્ય કારણ આપતું નથી. કલમ 22 સીઆરપીસીની કલમ 50 કરતાં વધુ મહત્વની છે. આ હેઠળ, કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકાતી નથી જ્યાં સુધી તેને તેની ધરપકડના કારણની જાણ ન હોય. અને તે વ્યક્તિને તેના અનુસાર વકીલની સલાહ લેવાનો અધિકાર છે. તેમની પાસે ફોન છે પરંતુ રિમાન્ડ સમયે તેઓએ અમને તે વિશે જણાવ્યું ન હતું. અમારી પાસે WhatsApp ચેટની ઍક્સેસ નથી.
આ પણ વાંચો: ન્યાય માટે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર મેદાને, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી ન્યાયની માગ કરી
આ પણ વાંચો: Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક
Published On - 4:47 pm, Thu, 28 October 21