Aryan Khan Drug Case: આર્યન ખાનની જામીનનો NCB કરશે વિરોધ, શાહરુખ ખાનના ડ્રાઈવર પાસેથી મળી મહત્વની માહિતી

|

Oct 10, 2021 | 4:26 PM

NCB સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડ્રાઈવરે કબૂલાત કરી છે કે તેણે આર્યન અને અરબાઝને ક્રુઝ ટર્મિનસ પર એકસાથે ઉતાર્યા હતા. NCBએ ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે. NCB શાહરુખ ખાનના ડ્રાઈવરનો જવાબ કોર્ટ સમક્ષ મુકશે અને આર્યનની જામીનનો વિરોધ કરશે.

Aryan Khan Drug Case: આર્યન ખાનની જામીનનો NCB કરશે વિરોધ, શાહરુખ ખાનના ડ્રાઈવર પાસેથી મળી મહત્વની માહિતી
Aryan Khan Drug Case

Follow us on

કિંગખાન શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે સંકળાયેલા મુંબઈ ગોવા ક્રૂઝ ડ્રગ્સ અને રેવ પાર્ટી (Mumbai Cruise Drugs Case) કેસમાં એક નવી મહત્વની માહિતી બહાર આવી છે.

 

શનિવારે એનસીબી (Narcotics Control Bureau-NCB)એ શાહરૂખ ખાનના ડ્રાઈવર સાથે કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને એક સાથે ક્રુઝ ટર્મિનસ સુધી પહોંચાડવાની વાત ડ્રાઈવરે સ્વીકારી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

12 કલાક સુધી ચાલી શાહરૂખ ખાનના ડ્રાઈવરની પૂછપરછ

NCBએ શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલ્યું હતું. આ પછી ડ્રાઈવરને બોલાવીને ડ્રગ્સના કેસમાં 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ ડ્રાઈવરને આર્યન ખાન અને તેના મિત્રોની પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરી હતી. NCB સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડ્રાઈવરે કબૂલાત કરી છે કે તેણે આર્યન અને અરબાઝને ક્રુઝ ટર્મિનસ પર એક સાથે ઉતાર્યા હતા. NCBએ ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે.

 

NCB આર્યન ખાનના જામીનનો વિરોધ કરશે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સમયમાં NCB શાહરુખ ખાનના ડ્રાઈવરનો જવાબ કોર્ટ સમક્ષ મુકશે. એટલું જ નહીં, એનસીબી ઘણા પુરાવાઓના આધારે આર્યન ખાનના જામીનનો વિરોધ કરવા જઈ રહી છે.

 

NCBની તપાસમાં મોટો ખુલાસો

એનસીબીની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, પ્રતીક ગાબા અને અન્ય એક વ્યક્તિ મન્નતથી એક સાથે મર્સિડીઝ કારમાં નિકળ્યા હતા. એનસીબી અનુસાર ચારેય લોકો ક્રૂઝ પાર્ટી માટે જ નિકળ્યા હતા.

 

ક્રૂઝ પાર્ટીના થોડા દિવસો પહેલા તેઓએ ડ્રગ્સ વિશે વાતચીત કરી હતી. NCBને આનો પુરાવો મળ્યો છે. એટલે કે, તે ડ્રગ્સનું મોટું રેકેટ હતું. આ અંગે માહિતી મળ્યા બાદ NCBએ NDPSની કલમ -29નો FIRમાં સમાવેશ કર્યો. વધુ વિગતો માટે NCBએ ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે.

 

તમને જણાવી દઈએ કે શુક્રવારે આર્યન ખાનને જામીન નામંજૂર કર્યા બાદ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તેને મુંબઈની આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યો છે. અહીં તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. ક્વોરન્ટાઈનની અવધિ સમાપ્ત થયા પછી તેમને બાકીના કેદીઓ સાથે રાખવામાં આવશે.

 

આર્યન ખાન સાથે અરબાઝ મર્ચન્ટને પણ અહીં રાખવામાં આવ્યો છે. સહ આરોપી મુનમુન ધમેચાને ભાયખલા જેલમાં રાખવામાં આવી છે. મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીએ અત્યાર સુધીમાં 19 ધરપકડ કરી છે. શનિવારે એનસીબીએ અન્ય ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવરાજ રામદાસ નામના આ ડ્રગ પેડલરે અરબાઝને ડ્રગ્સ આપ્યો હતો.

 

આ પણ વાંચો :- 750 કરોડ રૂપિયા છે નિતેશ તિવારીની ‘Ramayan’નું બજેટ, રિતિક રોશન-રણબીર કપૂરને મળી રહી છે જંગી ફી?

 

આ પણ વાંચો :-‘Sardar Udham’માં દિવંગત અભિનેતા ઈરફાન ખાનને રિપ્લેસ કરવા પર બોલ્યા વિક્કી કૌશલ, દરેક શોટ તેમના નામે

Next Article