Aryan Khan Case: દર શુક્રવારે NCBની સામે હાજર થવું પડશે, પાસપોર્ટ જમા કરવો પડશે, આ શરતો પર આર્યન ખાનને મળશે જામીન

|

Oct 28, 2021 | 10:28 PM

બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપતા ઘણી શરતો પણ સામે રાખી છે. આર્યન ખાનને કોર્ટમાં તાત્કાલિક રીતે પોતાનો પાસપોર્ટ સરન્ડર કરવો પડશે અને દર શુક્રવારે એનસીબીની સામે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે હાજર થવું પડશે.

Aryan Khan Case: દર શુક્રવારે NCBની સામે હાજર થવું પડશે, પાસપોર્ટ જમા કરવો પડશે, આ શરતો પર આર્યન ખાનને મળશે જામીન
Aryan Khan

Follow us on

બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ક્રૂઝ શિપ પર ડ્રગ્સ મળવાના મામલે ગુરૂવારે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાન (Aryan Khan)ને જામીન આપી દીધા. જસ્ટિસ એન ડબ્લ્યુ સામ્બ્રેની સિંગલ બેન્ચે કેસમાં સહ-આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાને પણ જામીન આપ્યા. આર્યનને જામીન મળ્યા બાદ શાહરૂખ ખાન આ કેસ લડનારા પોતાના વકીલોની સાથે નજર આવ્યા. ત્યારે આર્યન તરફથી દલીલ મુકનારા સિનિયર વકીલ અને પૂર્વ એર્ટોની જનરલ મુકુલ રોહતગી નજર આવ્યા નહીં.

 

બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપતા ઘણી શરતો પણ સામે રાખી છે. આર્યન ખાનને કોર્ટમાં તાત્કાલિક રીતે પોતાનો પાસપોર્ટ સરન્ડર કરવો પડશે અને દર શુક્રવારે એનસીબીની સામે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે હાજર થવું પડશે. આર્યન કેસ મામલે પોતાના સહ-આરોપીઓની સાથે આ કેસમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક કરી શકશે નહીં.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

સાક્ષીઓને કોઈ પણ રીતે પ્રભાવિત નથી કરી શકતા

કોર્ટમાં પેન્ડિંગ મામલાને લઈને આરોપી કોઈપણ રીતે નિવેદન આપી શકે નહીં. સાથે જ તે વ્યક્તિગત રીતે અથવા કોઈ પણ રીતે સાક્ષીઓને પ્રભાવિત અથવા પુરાવા સાથે છેડછાડ નથી કરી શકતા. જો આરોપીને ગ્રેટર મુંબઈની બહાર જવુ હોય તો તેમને તપાસ અધિકારીને જાણ કરવી પડશે.

 

આરોપીને કોર્ટની તમામ તારીખો પર હાજર થવું પડશે. એકવાર કેસમાં ટ્રાયલ શરૂ થઈ જાય, પછી આરોપી કોઈપણ રીતે વિલંબ કરવાનો પ્રયાસ કરશે નહીં. જો આરોપી આ શરતોનું ઉલ્લંઘન કરે છે તો NCB તેના જામીન રદ કરવા માટે વિશેષ અદાલતમાં અરજી કરી શકે છે.

 

મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે આર્યન

23 વર્ષીય આર્યન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં સેન્ટ્રલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. જામીન મળ્યા બાદ આર્યનના વકીલોની ટીમ હવે શુક્રવાર સુધીમાં તેની મુક્તિ માટેની ઔપચારિકતા પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. 2 ઓક્ટોબરે મુંબઈમાં એક ક્રુઝ શિપ પર NCBના દરોડા પછી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

 

એનસીબીએ આર્યન અને અન્ય આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ)ની સંબંધિત કલમો હેઠળ પ્રતિબંધિત માદક દ્રવ્યો રાખવા, ઉપયોગ, કબજો, વપરાશ, વેચાણ/ખરીદી, ષડયંત્ર અને ઉશ્કેરણી માટે કેસ નોંધ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે 26 ઓક્ટોબરે જામીન અરજીઓ પર સુનાવણી કરી હતી. તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ગુરૂવારે જામીન આપ્યા.

 

આ પણ વાંચો: Mumbai: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે AAPનો અનોખો વિરોધ, હાથ લારી પર દ્વિચક્રી વાહનો મૂકીને કર્યું પ્રદર્શન

Next Article